________________
સાગરનો સાવજ
ફ્રાન્સિસ ચિશેસ્ટરે જુવાન જેવા જોશીલા અવાજે કહ્યું,
ખબરદાર, મને બુઢો ધાર્યો છે તો ! ભલે મારી ઉમર ચોસઠ વર્ષની હોય, પણ તેથી હું કાંઈ ઘરડો થઈ ગયો નથી. કેટલાક લોકો આટલી ઉંમરે નિવૃત્તિમય જીવન ગાળવાનું પસંદ કરે છે, પણ મારે તો નિવૃત્તિના સમયને હજી ઘણાં ઘણાં વર્ષોની વાર છે. જેના જીવનમાં ઉત્સાહ ન હોય, કશુંય કરવાનાં અરમાન ન હોય અને જે આળસુ બનીને ભાગ્યના ભરોસે કપાળે હાથ મૂકીને બેસી રહે એ બુઢો કહેવાય.”
પણ તમે તો ઘણી સિદ્ધિ મેળવી ચૂક્યા છો. જગતમાં સાહસવીર તરીકે પંકાઈ ચૂક્યા છો. હવે વળી તમારે કઈ નવી સિદ્ધિ
મેળવવાની બાકી રહી છે ?” એક આતુર ફ્રાન્સિસ ચિશેટર યુવાને પૂછવું.