________________
વૃક્ષ વાવવા માટે ખાડો ખોદતો બે હાથ વગરનો જિઆ વેન્કિયા અને માટી
કાઢતો અંધ જિઆ હેક્સીઆ એક પછી એક મુશ્કેલીને ઓળંગીને આગળ વધવા લાગ્યો. એ કામ કરતી વખતે અને ખાસ કરીને હળ ઉપાડતી વખતે એની ડોક અને ખભાનો ઉપયોગ કરવા લાગ્યો. ધીરે ધીરે પગ વડે ભરતકામ કરવા લાગ્યો. આવા બાળકની ગામના વડીલોએ સંભાળ લીધી. સાત વર્ષનો થયો ત્યારે એને શાળાએ મોકલ્યો. ધીરે ધીરે પોતાના પગ વડે વેન્કવી સુલેખન કરવા લાગ્યો અને એ પછી તો એ અપંગ લોકોની મંડળીઓ સાથે પ્રવાસ કરતો રહ્યો અને પગ વડે અપંગ લોકોને સુલેખનનું શિક્ષણ આપવા લાગ્યો.
વેન્ડવી ૧૯૭૬માં સ્નાતક થયો. ગામના વડીલોને આ વેન્કવી ઘણો વહાલો હતો. એમણે સ્થાનિક વનવિભાગ દ્વારા કામ શોધી આપ્યું. એ ફળઝાડનું ધ્યાન રાખતો, પાણી પાતો અને વાડી સિવાયની જગાએ રોપાઓ કેવી રીતે ઉછેરવા એનો અનુભવ લેવા લાગ્યો.
હૈક્સીઓ અને વેન્ડવી યેલી ગામની નિશાળમાં ગોઠિયા તરીકે સાથે ભણ્યા, ગામમાં સાથે ઊછર્યા. બંને વચ્ચે માત્ર એક જ વર્ષનો તફાવત, એક બીજા તરફ ખૂબ પ્રેમ રાખે. પોતાના અંધ મિત્ર હૈક્સીઆને ક્યાંય જવું હોય તો વેન્કવી એને લઈ જતો. બંને જંગલને પાર જતા, નદી કિનારો આવે ત્યારે અંધ હૈક્સી વેન્ડવીની પીઠ પર ચડી જતો, તેથી બંને નદીના ધસમસતા
હું એનો હાથ, એ મારી આંખ • 89.