________________
છ હજાર રતલનો હાથી છાતી પર રાખતા રામમૂર્તિ હોય છે અને તેમણે ઊતરતા રહેવું જોઈએ. રામમૂર્તિ નિર્ભય વીર હતા. એમની નસેનસમાં ભારતભૂમિનું ગૌરવ વહેતું હતું. એ સમયે દેશાભિમાન એ અપરાધ માનવામાં આવતો. આથી અંગ્રેજ સરકાર એમને અવારનવાર નજીવા કારણસર ખૂબ પજવતી રહેતી.
એક વાર લાહોરમાં એમના ખેલ ચાલુ હતા અને સરકારે માત્ર ચોવીસ કલાકમાં જ પંજાબ છોડી જવાનો હુકમ કર્યો. ભારે મોટી મુશ્કેલી થઈ. આ સમયે ૫. માલવીયજી અને લાલા હંસરાજ જેવા નેતાઓએ વિરોધ કર્યો. એમના પ્રયત્નોને પરિણામે લોર્ડ મિન્ટોએ એ હુકમનો અમલ અટકાવ્યો હતો. રામમૂર્તિ સરકારની વિરુદ્ધ લોકોને ઉશ્કેરે છે એમ કહીને એમને સરહદના પ્રદેશમાં જતા અટકાવવામાં આવ્યા હતા. ઇંગ્લેન્ડમાં અંગબળના અદ્ભુત પ્રયોગો બતાવ્યા પછી રામમૂર્તિએ ત્યાંથી ઓસ્ટ્રેલિયા જવાની પરવાનગી માગી. અંગ્રેજ સરકારે સો માણસોને બદલે પચીસ માણસોની જ પરવાનગી આપી.
આથી વિશેષ તો રામમૂર્તિ જ્યાં જ્યાં ખેલ કરવા જતા, ત્યાંના મુસલમાનોને છૂપી પોલીસખાતું એમની વિરુદ્ધમાં ઉશ્કેર્યા જ કરતું. પરંતુ
શૂરાને પહેલી સલામ • 103