________________
14
શિક્ષણની નવી તરાહ
માથે બૉમ્બ વીંઝાતા હોય, સામે ધડાધડ બંદૂકની ગોળીઓ છૂટતી હોય, ત્યારે નિશાળમાં બેસીને અભ્યાસ કઈ રીતે થઈ શકે?
માથે જીવનું જોખમ તોળાતું હોય, ત્યારે શાળાએ જઈને પલાંઠી વાળીને ભણવાની વાત શી રીતે થઈ શકે ?
ખૂંખાર દુશ્મની ધરાવતા ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલતા અવિરત જંગને કારણે પોતાની જ માતૃભૂમિમાં પેલેસ્ટાઇનવાસીઓ પરાયા બન્યા. માદરે વતનને જાળવવા માટે જાનનું જોખમ હોવા છતાં મોતના ઓથાર હેઠળ જીવતા છતાં
અડગ રહ્યા હતાં.
૧૯૪૮માં આરબોના નાનકડા
હાનન અલ હૉરૂબ વિસ્તારને વિખૂટો પાડીને અમેરિકા અને બ્રિટનની રહેમનજરને કારણે ઇઝરાઇલ