________________
કલાકાર અને પર્યાવરણનું સર્જન કરનાર તરીકે એક શિક્ષકની જવાબદારી પ્રાથમિક શાળાથી શરૂ થાય છે. એમના પ્રયત્નોથી જ બાળક હિંસામુક્ત થઈ શકે છે. એમના કલ્પનાલોકમાં મુક્તપણે વિહરી શકે છે. તેમજ એમના જીવનમાં પ્રેમ અને સુંદરતાનો સંવાદ સધાય છે. દુનિયાનાં બાળકોની જેમ આપણાં બાળકો શાંતિપૂર્વક જીવન ગાળી શકે છે.'
આ હાનનને ૨૦૧૬નું ‘વાર્ક ફાઉન્ડેશન ગ્લોબલ ટીચર પ્રાઇઝ' મળ્યું. સ્વયં નામદાર પોપે એની જાહેરાત કરી. એક મિલિયન ડૉલરના આ પારિતોષિક વિશે જાહેરાત કરતાં પોર્પે કહ્યું,
પેલેસ્ટાઇનનાં એક શિક્ષિકા એવા હાનન અલ હૉરૂબને બાળકોના શિક્ષણમાં ‘રમતના એક ભાગને અગત્યતા આપવાનો અભિગમ અપનાવવા બદલ તેમજ આ પ્રતિષ્ઠિત પારિતોષિક ‘ગ્લોબલ ટીચર પ્રાઇઝ-૨૦૧૬’ મેળવવાને માટે હકદાર બનવા બદલ હું અભિનંદન આપું છું. બાળકને રમવાનો અધિકાર છે. બાળકને રમતાં શિખવાડવું એ પણ શિક્ષણનો એક ભાગ જ છે, કારણ કે તે રમત દ્વારા કેવી રીતે સામાજિક બની શકાય તેનું શિક્ષણ મેળવે છે અને જિંદગીનો આનંદ મેળવતાં પણ શીખે છે. યુદ્ધના લીધે અહીંયાંની પ્રજા સુશિક્ષિત નથી કે બીજા કોઈ કારણસર તેને શિક્ષણ મળ્યું નથી, તે કારણે તે પ્રજાની કમશઃ પડતી થતી જાય છે. તે હેતુથી એક શિક્ષકના ઉમદા વ્યવસાયને પ્રકાશિત કરવાનું કાર્ય મને પસંદ પડ્યું છે !’
તેંતાલીસ વર્ષની હાનને આ પારિતોષિક મેળવ્યા પછી કહ્યું, ‘આના
સાચા વિજેતાઓ તો મારા વિદ્યાર્થીઓ છે. મારા માટે કોઈ પ્રેરણાસ્રોત હોય તો તે આ બાળકો છે.’
આ રીતે હાનને બાળકોને આ વિશ્વમાં સંશોધન ક૨વા અને આસપાસના વિશ્વને સમજવા માટે મદદરૂપ થવા અવિરત પ્રયત્ન કર્યો. એ બાળકને એની ભીતરમાં નજર કરીને સંપૂર્ણ બનવા માટે સમર્થ બનાવવા ચાહે છે. મનોરંજન, ચિત્રકલા અને ચેષ્ટાઓ દ્વારા એ બાળકને વિવિધ સંદર્ભો આપે છે અને પરિણામે એ બાળકોને પ્રશ્ન કરતાં, સંવાદ કરતાં, જાતે વિચારતાં અને પોતાના ભાવોને લાગણીભરી રીતે અભિવ્યક્ત કરતાં શીખવે છે.
આ બાળકોમાં મૂલ્ય અને નીતિમત્તાનું ઘડતર કરનારી હાનન એમને આ
118 * જીવી જાણનારા