________________
પાંચ સંતાનોની માતા હાનને પોતાનાં સંતાનોને ભણાવવા માટે અથાગ જહેમત ઉઠાવી છે. એની બે જોડિયા દીકરીમાંથી એક વકીલ બની છે અને બીજી એકાઉન્ટન્ટ, એનો એક પુત્ર શેફ છે અને એનો નાનો દીકરો આર્કિટેક્ટ તરીકે કેળવણી લઈ રહ્યો છે. એના પતિ હૉરૂ બ એડવૉકેટ છે. હાનનને મળેલી
ગ્લોબલ ટીચર્સ ટ્રોફી સાથે દસ વર્ષ દરમિયાન ક્રમિક રીતે મળનારા એક મિલિયન ડૉલરનો ઉપયોગ હાનન શિક્ષક બનવા માટે અભ્યાસ કરતા યુવકોને મદદ કરવા માટે અને સવિશેષ તો એની આગવી પદ્ધતિ મુજબ શિક્ષણ આપે તેવા શિક્ષકો તૈયાર કરવાની યોજના માટે ખર્ચવાની છે. ચારે બાજુ ફેલાયેલી હિંસાની ખાખમાંથી હાનન જેવાં કોઈ પોયણાં પણ ખીલતાં હોય છે.
120 * જીવી જાણનારા