________________
gettyimages
ગ્લોબલ ટીચર્સ ટ્રૉફી સમયે અભિવાદન સ્વીકારતી હાનન અલ હૉરૂબ સલામત પર્યાવરણ બક્ષવું છે. હું બહુ વિશાળ પર્યાવરણની અસરકારક ભૂમિકા ન સર્જી શકું, પણ બાળક પર તો અસર ઊભી કરી શકું. આ મારી વિચારધારા
છે.'
હિંસાપ્રેરિત વાતાવરણ અને અસલામતીને કારણે વિદ્યાર્થીઓમાં ઘોર હતાશા આવતી હતી. મનમાં ગુસ્સાની ગાંઠ સતત વાળતા રહેતા હતા. વેરની વસુલાતની તક સતત શોધતા હતા, અને સાવ નાની કે સામાન્ય બાબતોમાં આક્રમક બની જતા હતા. ક્યારેક હત્યા પણ કરી બેસતા. આવાં બાળકોને માટે અને પોતાની ભયભીત દીકરીઓને માટે એવી રમત શોધી કે જેને પરિણામે રમતાં રમતાં જ એમનામાં સામાજિક કૌશલ્યનો વિકાસ થવા લાગ્યો. એમનો આત્મવિશ્વાસ પુનઃ પ્રગટવા લાગ્યો. એમના ‘ગ્રેડ’ પણ સુધરવા લાગ્યા અને આમ વિદ્યાનું આખું વાતાવરણ હાનને બદલી નાખ્યું.
આજે હાનન રામલ્લાહાની સમિહા ખલીલ સેકન્ડરી સ્કૂલમાં શિક્ષણ આપે છે. પોતાના અનુભવનો નિચોડ વ્યક્ત કરતાં હાનન કહે છે,
‘સત્યના આધારે એના શિક્ષણની ભૂમિકા શરૂ થાય છે. કેળવણીકાર, શિક્ષણની નવી તરાહ • 117