________________
યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇની બાળકોને રમત સાથે શિક્ષણ આપતી હાનન
આવા આઘાતનો અનુભવ કરનારાં બાળકોને શિક્ષણ આપવા માટે કેળવાયેલા શિક્ષકો નથી. એમને ભયમુક્ત કરીને વિદ્યામગ્ન કરી દેવાનો કોઈ કીમિયો એમની પાસે નથી. જીવન પ્રત્યે રસ જગાડીને અભ્યાસમાં ડુબાડવાની કોઈ પતિ એમની પાસે નથી. આથી હાનને ખુદ આવા કટોકટીભર્યા સમયે શિક્ષિકા બનવાનો નિર્ધાર કર્યો. એક બાજુ વિશાળ કુટુંબની મોટી જવાબદારી હતી, માથે ઝળુંબતી હિંસક ચળવળો હતી. આ બધાની સાથે હાનન યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને પાંચ વર્ષ બાદ સ્નાતક થઈ અને શિક્ષક તરીકેની યોગ્યતા હાંસલ કરી.
હાનનનો હેતુ જે રીતે પોતાનાં બાળકોને ભયના ઓથારમાંથી બહાર કાઢવાનાં હતાં, એ જ રીતે બીજાં બાળકોને પણ આવી પરિસ્થિતિમાંથી ઉગારવાનાં હતાં. એણે પોતાનાં બાળકોના ભયભીત ચહેરાને હસતા કરવા માટે જે અથાગ પુરુષાર્થ કર્યો હતો, એ મહેનત હવે એ અન્યનાં બાળકોને માટે કરતી હતી. એણે જોયું કે આ બાળકોને પુસ્તકોના ઢગમાં દાટી દેવાથી કશું નહીં વળે ! એમને વર્ગખંડમાં કેદ કરવાથી પણ કશું નહીં થાય. સ્વસ્થ એવી નવી પેઢીનું નિર્માણ કરવા માટે હાનને શિક્ષણની નવી તરાહની શોધ કરી.
એણે આ ભયગ્રસ્ત બાળકોને અભ્યાસમાં એકાગ્ર થવાની કલા શીખવી. બોલાચાલી, મારામારી કે સામેના બાળકને નાની નાની વાતમાં પછાડીને માર મારવાની વૃત્તિમાંથી એમને કલા, સંગીત, હુન્નર અને રમતગમત જેવી શિક્ષણની નવી તરાહ - 115