________________
નીચે એમણે ચેન્નઈમાં અંગબળના પ્રયોગો બતાવ્યા.
આ સમયે લોકમાન્ય ટિળકની નજર એમના પર પડી. એ મહાન રાષ્ટ્રપ્રેમીની આંખમાં આ બળવાન જુવાન વસી ગયો. નિરાશ રામમૂર્તિને બોલાવીને જ બરું પ્રોત્સાહન આપ્યું. એમણે કહ્યું,
“તમે સ્વતંત્ર સરકસ જમાવો. હિન્દુસ્તાન અને હિન્દુસ્તાન બહાર જાઓ. બધે ભારતની કીર્તિ પ્રસરાવો. ગોરા સમાજ માં જાઓ અને એમને તમારી શક્તિનો પરચો આપીને બતાવો કે આપણા રામાયણ અને મહાભારતમાં છે એવા વીરો હજી પાકી શકે છે.”
પ્રતાપી દેશનાયકની પ્રેરણા સાથે રામમૂર્તિએ દેશવિદેશમાં ઠેર ઠેર ઘૂમવા માંડ્યું. એમના ખેલોથી દેશપરદેશની જનતા દંગ બની ગઈ.
છ હજાર રતલનો હાથી છાતી પર ઊભો રાખવો, પચીસ હોર્સ પાવરની બે મોટરને સામસામી જતી રોકી રાખવી, છાતી પર ત્રણથી ચાર હજાર રતલનો પથ્થર મુકાવી એના પર ઘણના ઘા કરાવવા અને પછી એક જ આંચકાથી ત્રણ-ચાર ગોઠીમડાં ખવડાવીને પથ્થરને દૂર ફેંકી દેવો, બે ગાડામાં ચાળીસ માણસોને બેસાડી છાતી, પેટ કે સાથળ પરથી ગાડું ખેંચાવવું.
છાતી પર સાંકળ વીંટીને ચાર મજબૂત માણસોને સાંકળના છેડા પકડાવી પોતાની બાજુમાં ઊભા રાખે. પછી જોરથી છાતી ફુલાવે ને સાંકળના ટુકડા થઈ જાય, યુવાવસ્થામાં એમની છાતીનો ઘેરાવો ૪૮ ઈંચ હતો. જ્યારે એમની ફુલાવેલી છાતી છપ્પન ઈંચ થતી. અર્ધા ઇંચ જાડી ગજવેલ એક જ આંચકાથી તોડવી એ તો એમનો આસાન ખેલ હતો. ઘોડાને ત્રાજવામાં રાખી, પોતે ઊંચે ચડીને માત્ર દાંતથી જ આખું ત્રાજવું ઊંચકી લેતા, રામમૂર્તિના પ્રયોગોએ લોકોને હેરત પમાડી દીધા. એની ખરી ખૂબી તો નજરે જોઈએ ત્યારે જ સમજાય, રામમૂર્તિ બધે જ જાણીતા થયા. પંજાબમાં તો નવરાત્રમાં લત્તે લત્તે એમનાં ગીત ગવાતાં.
રામમૂર્તિ પોતાનું બળ બતાવવા દેશ-વિદેશમાં ફરવા લાગ્યા. ભારતીય સામર્થ્યનો જયજયકાર બોલાવ્યો. અંગ્રેજ સરકારને આ ગમતું ન હતું. એણે ડગલે ને પગલે એમના માર્ગમાં અવરોધ ઊભા કરવા માંડ્યા. અંગ્રેજ સરકારને એમ હતું કે કાળી ચામડીવાળા ગોરી ચામડીવાળા કરતાં દરેક રીતે ઊતરતા
102 • જીવી જાણનારા