________________
બંનેથી નમાલાં અને કમજોર યુવક-યુવતીઓને જોઈને એમનું અંતર કકળી ઊઠતું હતું.
એમના જીવનનો એક જ અભિલાષ હતો અને તે ભારતનાં કુમાર અને કુમારિકાઓનો ઉત્કર્ષ. દેશના જુવાનોનું જીવન પ્રફુલ્લ બને, એમની યુવાની તમન્ના, તાકાત અને તંદુરસ્તીથી ખીલી ઊઠે તેવી રામમૂર્તિની ઝંખના હતી. નીરોગી અને મજબૂત શરીરમાં જ તેઓ બળ, દ્રવ્ય અને બુદ્ધિની સાર્થકતા જોતા હતા.
એમના દિગ્વિજયની ચાવી હતી અડગ આત્મબળમાં. તેઓ કહેતા કે ભારતમાં કે વિદેશમાં, આજે અથવા તો ભૂતકાળમાં જે જે મહારથીઓ થયા અને જગતભરમાં એમનાં શક્તિ અને સામર્થ્યની જે નામના થઈ, એ બધાના મૂળમાં એમનું દૃઢ અને અપરાજેય મનોબળ હતું. રામમૂર્તિ પોતે પણ એ જ આત્મબળને પોતાના વિજયની ચાવીરૂપ માનતા હતા. આવા આત્મબળને સહારે રામમૂર્તિએ અંગ્રેજ સરકાર દ્વારા વારંવાર કરવામાં આવતાં વિઘ્નોનો સામનો કર્યો, એ જ આત્મબળથી ખૂંખાર વાઘને વશ કર્યો.
પરાધીન ભારતવાસીઓના હૃદયને રામમૂર્તિએ ઘેલું કર્યું. એ સમયના યુવાનોના તો એ આદર્શ બની ગયા. જેવી રીતે પશ્ચિમના દેશોમાં સેન્ડોની ઉપાસના થતી હતી, એવી રીતે ભારતમાં રામમૂર્તિ પૂજાવા લાગ્યા. પૃથ્વીરાજ, પ્રતાપ કે શિવાજીના શૌર્યથી રોમાંચ અનુભવનારા ભારતના કિશોરો રામમૂર્તિમાં એવી તાકાતનું પ્રતિબિંબ જોતા હતા. બખ્તરવાળા પઠાણને એના ઘોડાની સાથે ભાલાથી વીંધી નાખી ઝાડમાં ખીલાની માફક ખોડી દેનાર પૃથ્વીરાજ કે એક જ ઝાટકાથી બખ્તરધારી સવાર કે એના ઘોડાના જનોઈવાઢથી બે ટુકડા કરનાર પ્રતાપની કિંગ કરનારી તાકાત એક કવિકલ્પના નહિ પણ હકીકત છે તે રામમૂર્તિએ પોતાના જીવનના પ્રત્યક્ષ પ્રમાણથી બતાવી આપ્યું. ભારતવાસીઓના અંતરમાં એમણે અનેરું સ્થાન મેળવ્યું અને તાકાતની પોતાની ઇજારાશાહીનાં ગુણગાન કરતા અંગ્રેજોનાં પાણી ઉતારી દીધાં.
રામમૂર્તિએ જીવનભર બ્રહ્મચર્ય પાળ્યું. યુવાનોને સંયમનો ઉપદેશ આપતાં તેઓ કદી થાકતા નહીં. તેઓ કહેતા : “એક બળવાન યુવકસેના આ શૂરાને પહેલી સલામ * 109