________________
એમણે કેટલીક ખાસ કસરતોની હિમાયત કરી હતી. આહારમાં તેઓ રોજના ભોજન ઉપરાંત ખૂબ ચાલવાનું કહેતા હતા.
રામમૂર્તિ બ્રાહ્મણેતર જાતિના હોવાથી રિવાજ મુજબ માંસ ખાવાની છૂટ હતી. પહેલવાન તરીકે પણ તેવી છૂટ લઈ શકતા હતા. પરંતુ જીવનભર રામમૂર્તિ માંસ, મચ્છી કે દારૂને અડ્યા નહીં. માંસ ખાવાથી બળ વધે છે તેવું કંઈ નથી, એમ તેઓ માનતા.
પીવાના પાણીનો છૂટથી ઉપયોગ કરવા પર અને એકાદશી જેવા ઉપવાસ કરવા પર એમણે ભાર મૂક્યો. તેઓ કહેતા કે મિતાહાર, સરળ અને સાદું જીવન, પાકો લંગોટ, નિયમિત મહેનત અને અંતઃ કરણની પવિત્રતા એ જ જીવનના ઉત્કર્ષની ચાવી છે. મન, વચન અને શરીરનું ઐક્ય સાધવાનો આદર્શ ખોળવા પરદેશ ભણી મીટ માંડવાની જરૂર નથી. આપણા જ દેશમાં એનાં જ્વલંત દૃષ્ટાંતો ક્યાં ઓછાં છે ? તમે હનુમાન બનો, ભીખ બનો, લમણ બનો.
હસમુખો ચહેરો હજાર ઔષધિઓ કરતાં સાર છે એમ કહીને તેઓ આજના ચિંતા અને વિષાદથી ઘેરાયેલા યુવકોને ચીમકી આપતા.
નાનાં-મોટાં અનેક સંકટો રામમૂર્તિ પર આવતાં હતાં. અજોડ મનોબળ અને શરીરબળને સહારે એ તમામને પાર કરી જતા, પરંતુ આખરે આવા જ એક સંકટને કારણે રામમૂર્તિને પોતાનું ક્ષેત્ર છોડવું પડ્યું.
ઈ. સ. ૧૯૨પમાં સિમલામાં તેઓ પોતાના અંગબળના પ્રયોગો બતાવી રહ્યા હતા. છાતી પર હાથી ઊભો રાખવાનો એ પ્રયોગ હતો. તેમાં હાથીનો પગ એમના ડાબા પગ પર પડ્યો. એટલો ભાગ છુંદાઈ ગયો, પરિણામે ઘૂંટી આગળથી ડાબો પગ કપાવી નાખવો પડ્યો. આ અકસ્માત થતાં રામમૂર્તિ હવે પોતાના અંગબળના પ્રયોગો દર્શાવી શકે તેમ નહોતા, પરંતુ આ સમયે કંઠીરવ તિલક કોડી રામમૂર્તિ નાયડુ ત્રીજા રૂપમાં દેખાયા.
‘ભારતવર્ષના યુવકોનો ઉદ્ધાર' એ એમનું જીવનસૂત્ર બન્યું. આવા જુવાનોને દેશના ખૂણેખાંચરેથી શોધીને એમણે તન, મન અને ધનથી સહાય કરી. યુવાશક્તિને અજેય બનાવવાનો એમનો સંદેશ ચોતરફ ગુંજી રહ્યો. એમણે શરીર અને મનની એકાગ્રતા માટે યુવકોને હાકલ કરી. શરીર અને મન
108 • જીવી જાણનારા