________________
અંધ-અપંગની જોડી જેમ જેમ એ વૃક્ષની વધુ ઊંચે જતો એમ એમ વધુ મોટા અવાજે દિશા અને ડાળ સૂચવવી પડતી, હૈક્સીઓ માટે તો એનો હાથ એ જ એની આંખો હતી અને હાથના સ્પર્શથી પોતાના જોડીદાર વેન્કવીની સૂચના મુજબની ડાળને એ કાપતો હતો. એ પછી નીચે આવી એ ડાળને કાપીને બંને સાથે મળી, ખાડો ખોદીને તેને રોપતા હતા. આ રોપાઓને પાણી પાવાનું કામ શૈક્સીઆ વગર શક્ય નહોતું, કારણ કે પાણીની ડોલ ઉઠાવી શકનારા સાબૂત હાથ તેની પાસે હતા. ડગલે ને પગલે ખૂબ ધીરજથી કામ કરવું પડતું. કોઈ ભૂલ થાય, તો જમીન પર પછડાવાનું પણ બનતું. પણ બંને પાસે બૈર્યથી બાંધેલી મૈત્રીની મજબૂત ગાંઠ હતી. અને બંને કહેતા, ‘અમે બંને સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે અમે બંને એક બની જઈએ છીએ.”
કામ તો શ્રદ્ધા અને ખંતથી કર્યું, પુરુષાર્થથી સફળતા પણ મળી, આ રોપાઓ દસ વર્ષમાં ઊછરી જશે પછી સારી એવી કમાણી થશે એવી આશા હતી. બંને મિત્રો રોજ કુહાડી, કોદાળી અને કોસ લઈને નીકળી પડતા. સરકાર પાસેથી લીઝ પર લીધેલા આઠ હેક્ટર જમીનના પ્લોટ પર કામ કરવા લાગી જતા, કામે જવાનો રસ્તો પણ પરિચિત થઈ ચૂક્યો હતો. છેલ્લાં તેર
હું એનો હાથ, એ મારી આંખ • 91