________________
પણ અદમ્ય ઉત્સાહ ધરાવતા માનવીને માટે કશું અશક્ય નથી, કોઈ વ્યક્તિની હાથ વડે આંખો બંધ રાખી હૈક્સીઆની જેમ કામ કરવાનું કહો તો જુઓ કે તે શું કરી શકે છે ? અમારા જેવા વિકલાંગ લોકોએ જે સહનશક્તિ કેળવી હોય છે, તે સામાન્ય માણસ કેળવી શકતો નથી. રોજ હૈક્સીઆની હાથ વગરની આમતેમ ફંગોળાતી બાંયને પકડી છીછરી નદી પાર કરતી વખતે અમારો એક જ ઉદ્દેશ રહેતો કે કઈ જગાએ છોડ કે રોપા વાવવા કે જેથી ઊગવાની શક્યતા વધુ રહે. એક વર્ષમાં આઠસો વૃક્ષો વાવવાનું ધ્યેય રાખ્યું પણ દુષ્કાળ પડતાં પ્રથમ વાવણી સુકાઈ ગઈ તેમ છતાં અમે અમારા ધ્યેયને વળગી રહ્યા અને એનું પરિણામ આજે અમે જોઈએ છીએ.’
એક શુભ સમાચાર એ છે કે હૅક્સીમાનો અંધાપો દૂર થઈ શકે તેમ છે. જો ચક્ષુદાન મળે તો એને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તેમ છે. એને દૃષ્ટિ મળે કે ન મળે, તો પણ રોપા વાવવાનું કાર્ય તો એ જિંદગીના અંતિમ શ્વાસ સુધી ચાલુ રાખવા માગે છે.
94 - જીવી જાણનારા