________________
ભીમની જેમ હોંકારા કરતો
ગદા ફેરવે. મા બાળકનું આ પરિવર્તન જોઈ રહી. એની ખાંસી ચાલી ગઈ. શરદી ભુલાઈ ગઈ. કફ કે તાવ તો બિચારા એની પાસે ફરકતા જ નહીં. હવે તો એની ચાલે, પૃથ્વી ધમધમે.
નાળિયેરીના ઝાડને પીઠથી ધક્કો મારી નાળિયેર પાડતા રામમૂર્તિ
સહુનો અળખામણો દમિય રામમૂર્તિ પાંચ વર્ષમાં તો વીર રામમૂર્તિ તરીકે ઓળખાવા લાગ્યો.
ક્યાં પેલો દમિયલ બાળક અને ક્યાં અજબ શરીરબળ ધરાવતો રામમૂર્તિ !
પાંચ વર્ષના સખત પરિશ્રમ પછી સોળ જ વર્ષની ઉંમરે એ એટલો જોરાવર બન્યો કે નાળિયેરના ઝાડને એ જોરથી ખભો મારે અને ઉપરથી ટપોટપ બે-ત્રણ નાળિયેર તૂટી પડે. તમન્ના અને પરિશ્રમ કેવો જાદુ કરી શકે છે એના ઉદાહરણ રૂપે સહુ રામમૂર્તિની વાત કરતા.
આ સમયે એમનો ખોરાક પણ અજબ હતો. એમને સૌથી વધુ દહીં ભાવે. સવારની કુસ્તી અને કસરત પૂરી થયા પછી બપોરે બદામની ઠંડાઈ પીતા. પછી બશેર ત્રણ શેર દહીં, શાક, ભાત અને અડધો શેર થી ખાતા. રાત્રે માત્ર થોડો ભાત કે ભાખરી અને દહીં લેતા. આખા દિવસમાં દોઢશેરથી બશેર બદામ અને ઘણી વાર એકાદ શેર માખણ સોના-ચાંદીના વરખ સાથે ખાઈ
જતા.
બરાબર સોળ વર્ષની ઉંમરે જ એક એવો બનાવ બન્યો કે આખા શૂરાને પહેલી સલામ • 99