________________
પાણી વચ્ચેથી પસાર થઈને સામે કિનારે પહોંચી જતા.
અંધ શૈક્સી વેન્ડવીને માટે હંમેશાં કહેતો કે ‘હું એના હાથ છું અને તે મારી આંખો છે.' આજ થી સોળ વર્ષ પહેલાં આવેલા એક નવા વિચારથી આ બે મિત્રોની દોસ્તી વિશેષ ગા થઈ. બંનેને ગરીબીમાં જીવવું પડતું હતું. શારીરિક મર્યાદાઓને કારણે કોઈ નોકરી રાખવા તૈયાર થતું ન હતું. વળી વિકલાંગોને નોકરીમાં રાખવા જોઈએ એવો ચીનમાં કોઈ કાયદો નહોતો, આથી કરવું શું ? બંનેને એક અજનબી વિચાર આવ્યો. એમને થયું કે આપણે સાથે મળીને જંગલમાંથી પસાર થઈ શકીએ છીએ અને નદી-નાળાં પાર કરી શકીએ છીએ. મારી પાસે આંખ નથી પણ તારી પાસે પગ છે. તારી પાસે હાથ નથી, પણ મારી પાસે ખભો છે. આપણે ભલે અર્ધી ક્ષમતા ધરાવનારા મનાતા હોઈએ, પણ હકીકતમાં તો આપણે બંને એક છીએ અને સવગે સ્વસ્થ મજબૂત માનવી છીએ.
જે એકલાથી થઈ શકતું નહોતું, તે કામ બંનેએ ભેગા મળીને કરવાનો નિર્ધાર કર્યો. એમણે વિચાર્યું કે તેઓ રોપાઓ ઉછેરવાનું કામ સાથે મળીને જરૂર કરી શકે અને સ્વમાનભેર કુટુંબનું ભરણપોષણ કરવા જેટલું કમાઈ શકે. આ કામમાં સ્થાનિક તંત્રની પણ સહાય મળી અને ધીરે ધીરે આવક થવા લાગી. વેન્કવી પોતાના દોસ્ત હૈક્સીઆના ખભા પર ચડતો અને વૃક્ષ પર ઊંચાઈ સુધી પહોંચીને સારામાં સારા “કટિંગ” મેળવતો. આ કામ સરળ નહોતું, પણ બંનેને સફળતાની પાકી શ્રદ્ધા હતી, કારણ કે એ રોપા યોગ્ય હતા કે નહીં એનો ખ્યાલ તો વાવણી કર્યા પછી વરસાદ આવે ત્યારે જ મળતો.
વળી પાસે પૈસા પણ નહોતા, આથી રોપા મેળવવાનું કાર્ય મુશ્કેલ હતું, તેથી વૃક્ષોની ડાળીઓને ‘કટિંગ” કરીને એને વાવવી પડતી. આ માટે વિશાળ અને ઘટાદાર વૃક્ષો શોધીને બૅક્સીઓને એ કાપવા માટે વૃક્ષો પર ચડાવવો પડતો. વેન્કવી એની આંખ પર વિશ્વાસ રાખીને વૃક્ષની પસંદગી કરતો હતો. એ પછી હૈક્સીઓને પોતાની પસંદગીના વૃક્ષ પર ખભાનો ટેકો આપીને ચડાવતો હતો. હક્સીઓ ઊંચે ચડતો હતો, પરંતુ અંધ હોવાને કારણે એ કશું જોઈ શકતો નહોતો, આથી નીચેથી બૂમો પાડીને વેન્કવી એને કઈ ડાળ ક્યાં છે અને એને કઈ રીતે કાપવાથી ઉપયોગમાં આવે તેવી છે એ બતાવવું પડતું.
90 * જીવી જાણનારા