________________
હું એનો હાથ, એ મારી આંખ
નાહિંમત માનવી મુશ્કેલીને સામે જોતાં જ એની શરણાગતિ સ્વીકારી લે છે. આફતને જોઈને એનું હૈયું ભાંગી જાય છે. એમાંથી બહાર નીકળવાના માર્ગની ખોજ કરવાને બદલે મજબૂરીથી એને શરણે જાય છે.
હિંમતવાન માનવીમાં અદમ્ય ખમીર હોય છે. આફતો એના પર પણ એકધારી વરસતી હોય છે, પરંતુ એ આફતોથી પરાસ્ત થવાને બદલે એની સામે ઝૂઝવાનું, ઝઝૂમવાનું પસંદ કરે છે. હાથપગ જોડીને અને માથું નમાવીને એનો સ્વીકાર કરવાને બદલે એનો મક્કમ મુકાબલો કરવામાં આનંદ માને છે. કોઈ યોદ્ધો જંગ ખેલતો હોય અને પોતાના હરીફને હરાવવા અથાગ પ્રયત્ન કરતો હોય,
તે જ રીતે આ જીવનજંગના યોદ્ધાઓ પોતાની જિઆ હેક્સીઆ જિંદગીમાં આવતા આપત્તિઓના ડુંગરને જિઆ વેન્ડવી અદમ્ય પુરુષાર્થથી હટાવવાની કોશિશ કરતા