________________
૨૨ જુલાઈએ પ્રથમ કૂવો ગળાવ્યો ત્યારે આનંદિત રાયન રેલેક
ભાવના વ્યક્ત કરતા લેખો લખ્યા. નાના બાળકની ઇચ્છાને કોઈ અખબારે પહેલે પાને સ્થાન આપ્યું. એ કહેતો કે એને એની શાળાના વિસ્તારમાં આવેલા ફુવારા સુધી જવા માટે માત્ર દસેક પગલાં જ ભરવાં પડતાં હતાં, જ્યારે આફ્રિકામાં તો પીવાના પાણી માટે માઈલો સુધી ચાલવું પડે છે.
રાયનની વાત વાયુવેગે ચોતરફ ફેલાઈ ગઈ. બધા એને શાબાશી આપવા લાગ્યા. કોઈએ કહ્યું કે દુનિયાના ત્રીજા ભાગના દેશો પાણીની સમસ્યાથી પીડિત છે. એની વિગતો અને આંકડાઓ સહુ કોઈ જાણે છે, પરંતુ એ લોકોની પીડા ઓછી કરવા માટે કોઈ પ્રયત્ન કરતું નથી. દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનનાં કાર્યોમાં એટલી બધી ગરકાવ થઈ ગઈ કે એ માનવા લાગ્યો છે કે પોતાના સિવાય આખી દુનિયા બરાબર ચાલી રહી છે. એ અંગે એને કશું કરવાનું નથી. આવે સમયે રાયને એક પડકાર ઝીલી લીધો અને અંતે ૧૯૯૯ના જાન્યુઆરીમાં ઉત્તર યુગાન્ડાની એન્ગોલો પ્રાઇમરી સ્કૂલની બાજુમાં રાયન રેલેકની સહાયથી પહેલો કૂવો ગાળવામાં આવ્યો.
પ્રાથમિક શાળાનાં આ બાળકો આ કૂવો જોવા આવ્યાં અને એમના આનંદનો પાર ન રહ્યો. આ ગરીબ આફ્રિકન બાળકોને થયું કે આવા ઉમદા ઉપહાર અને અનોખી ભાવના માટે હમદર્દ રાયનનું ઋણ ચૂકવવું જોઈએ. આ રાયન રેલેકની જલયાત્રા * 83