________________
રઝિયા જાનના મનમાં સૌથી મોટો ભય એ છે કે શાળાવિરોધીઓ એની શાળામાં ઝેરી ગૅસ ફેલાવશે તો શું થશે ? એ ઝેરી ગૅસથી મોટી સંખ્યામાં બાલિકાઓ ગૂંગળાઈને મૃત્યુ પામશે ! આને કારણે આ શાળાના ચોકીદારો રોજ સવારે વહેલા આવીને નિશાળનાં બારી-બારણાં ખોલી નાખે છે. એના એક-એક વર્ગખંડમાં જાય છે, જેથી કોઈએ એમાં ઝેરી ગૅસ ફેલાવ્યો હોય, તો જાણી શકાય. એ પછી હવાની ગુણવત્તા તપાસવામાં આવે છે અને આ બધું સમુસૂતરું ઊતરે પછી જ માસૂમ બાળાઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવે છે. કન્યાકેળવણીનો એટલો આંધળા ઝનૂન સાથે વિરોધ થાય છે કે પળે પળે સાવચેતીનાં અને ૨ક્ષણનાં પગલાં લેવાં પડે છે.
૧૯૪૦માં અફઘાનિસ્તાનમાં જન્મેલી રઝિયાએ અમેરિકા જઈને અભ્યાસ કર્યો. ૧૯૭૦માં એ કૉલેજમાં અભ્યાસ કરતી હતી, પરંતુ અફઘાનિસ્તાનમાં વસતા એના મોટાભાગના કુટુંબજનોની હત્યા થઈ હતી અને બાકીના રશિયાના આક્રમણ સમયે અફઘાનિસ્તાનથી નાસી ગયા હતા. અમેરિકામાં રહીને રઝિયાએ ભારે જતનથી પોતાના દીકરાને ઉછેર્યો અને ૧૯૯૦માં એ અમેરિકાની નાગરિક બની.
૨૦૦૨માં પોતાના વતન અફઘાનિસ્તાનની મુલાકાતે ગઈ, વિદેશી આક્રમણો અને આંધળા ધર્મઝનૂને પ્રજાને બેહાલ બનાવી દીધી હતી. વતનની આવી પરિસ્થિતિ જોઈને રઝિયા જાનને થયું કે ભલે વતનની ધરતી પર ચોમેર ફેલાયેલા આતંકને કારણે જાન ગુમાવવો પડે, તોપણ આ રઝિયા એની હમવતનની બાળાઓને માટે જીવનની કુરબાની આપવા તૈયાર છે.
એણે જોયું તો નાની બાળકી હોય, યુવાનીમાં આવેલી નારી હોય કે પછી વૃદ્ધા હોય - એ બધાં જ ભયાનક ગુલામી અને નિરક્ષરતાના ઘોર અંધકાર વચ્ચે જીવતાં હતાં, નારી એટલે જૂતી. એને પગમાં પહેરાય, જરૂર પડે નવી લવાય અથવા તો એને ફેંકી પણ દેવાય ! સ્ત્રીઓ ઉપર બેફામ જુલમ ચાલતો હતો. એના પુસ્તકમાં કોઈ મહિલાની વાતો મળે નહીં. સ્ત્રીઓ વિરોધનો એક હરફ ઉચ્ચારી શકે એવી સ્થિતિ ન હોય, ત્યાં મહિલા અધિકારની વાત શી કરવી ?
અમેરિકામાં વસવાટ કરનારી રઝિયાએ એની અપાર સમૃદ્ધિ જાણી અને
52 • જીવી જાણનારા