________________
પર શાસન કરવા લાગ્યા. વિવાહ થયા હોય, તે નિશાળે ન જઈ શકે ! અફઘાનિસ્તાનમાં લગ્નને માટેની કાયદેસર ઉમર સોળ વર્ષની છે, પરંતુ કાયદાની ઐસીતૈસી કરીને કન્યાઓને વહેલા લગ્ન માટે મજબૂર કરવામાં આવે છે. રઝિયા જાન આવી મજબૂર કન્યાઓને ઘેર જાય છે. એણે થોડો ઘણો અભ્યાસ કર્યો હોય છે, તેથી એને થોડા સમય બાદ લગ્ન કરવા સમજાવે છે. કેટલાક કિસ્સામાં રઝિયાને સફળતા મળે છે, તો કેટલાક કિસ્સામાં એ વિદ્યાર્થિની નિશાળેથી ઊઠી જવા માટે મજબૂર બની જાય છે.
પુરુષો પોતાની પુત્રીઓ ભણે નહીં, તે માટે એને વહેલી પરણાવી દેતા હતા. અંધારું હોય છે, ત્યારે સમાજ બંધનોમાં બંધાઈ જાય છે અને પછી એ બંધનો જડ અને નિર્દય બની જાય છે. અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓ માર ખાવાથી અને ઘરમાં ગુલામી સહન કરવાથી ટેવાઈ ગઈ હતી.
એક વાર રઝિયા જાને એક વિદ્યાર્થિનીને આવો પ્રશ્ન કર્યો, ત્યારે એણે એના હાથથી એનું મુખ છુપાવી દીધું હતું. રઝિયાએ જોયું કે છોકરી અને એની બહેનના શરીર પર દાઝયાનાં ચિહ્નો અને મારની નિશાની હતી. સતત સંઘર્ષ અને યુદ્ધના માહોલને કારણે સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદની ખાઈ વધુ ને વધુ ગહેરી બનતી હતી.
રઝિયા જાનને એવાં પણ કુટુંબ જોવા મળ્યાં કે જ્યાં પિતા અભિમાન લેતો જોવા મળતો હોય કે એણે એની દીકરીઓને કદી શાળાએ મોકલી નથી. જૂની પેઢીનો આ પૂર્વગ્રહ કે પક્ષપાતી વલણ રાતોરાત બદલાય, એ પણ શક્ય નથી. રઝિયાની શાળા પર ક્યારે હુમલો થાય એ કહી શકાય તેમ નથી, અને એથીય વિશેષ તો અફઘાનિસ્તાનમાં મહિલા શિક્ષિકાઓની સંખ્યા ઘણી ઓછી છે. “અફઘાન સંસ્કૃતિ પ્રમાણે પુરુષો દ્વારા બાળાઓને કેળવણી અપાય ” તે તેમના માતા-પિતાને માન્ય નથી.
રઝિયાએ શાળા તો શરૂ કરી. પરંતુ ભણાવનારી શિક્ષિકાઓની અછત હતી. અફઘાનિસ્તાનમાં 100 જેટલા ગ્રામ્ય જિલ્લાઓમાંથી ૨૦૦ જિલ્લાઓમાં શિક્ષિકા નથી અથવા તો કન્યાશાળાનું નામનિશાન નથી. ક્યાંક તો અફઘાન બાળાઓ જલાલાબાદના પાદરે ખુલ્લા મેદાનની શાળામાં અભ્યાસ કરતી જોવા મળે છે. રઝિયા જાણતી હતી કે શાળામાં બાળાઓની સંખ્યા
56 * જીવી જાણનારા