________________
એક હાથ શ્વેત, બીજો હાથ શ્યામ !
વાતાવરણમાં હસમુખી વસંત મધુર-મીઠું હાસ્ય વેરતી હતી, પણ ફિઝિયોથેરેપી સેન્ટરમાં આવેલી માર્ગારેટ પૅટ્રિકના જીવનમાં પર્ણહીન, ઉદાસીન અને વિષાદમય પાનખર પલાંઠી લગાવી દીધી હતી. પક્ષાઘાત (પેરાલિસિસ)ના અણધાર્યા હુમલાએ આ છટાદાર, દેખાવવાળી, કસાયેલી કાયા ધરાવતી હબસી મહિલાને નિરાશ અને સાવ નિદ્માણ હોય તેવી બનાવી દીધી હતી. તરવરાટ ધરાવતી માર્ગારેટ લાચાર ચહેરે ફિઝિયોથેરેપી સેન્ટરના મુખ્ય ખંડમાં પ્રવેશી. અહીં સારવાર માટે અન્ય દર્દીઓ બેઠા હતા. કોઈનું ડાબું અંગ પક્ષાઘાતનો આકરો પ્રહાર પામ્યું હતું, તો કોઈના પગ તો, કોઈનું મોં વાંકું થઈ ગયું હતું.
માર્ગારેટ મુખ્ય ખંડમાં પ્રવેશી એટલે સેન્ટરની મુખ્ય સંચાલિકા મીલી મેકહાફે માર્ગારેટનો હુંફાળો સત્કાર કર્યો અને અન્ય બેઠેલા દર્દીઓની વચ્ચે લઈ જઈને એની
માર્ગારેટ પૈટ્રિક
અને રૂથ ઈઝેનબર્ગ