________________
એ હકીકતે ચોમેર આશ્ચર્ય જમાવ્યું. સહુને એમની સાધના જોઈને કુતૂહલ થતું. થોડા જ સમયમાં માર્ગારેટ અને રૂથની જોડી જાણીતી થઈ ગઈ અને એમનું પિયાનોવાદન પ્રખ્યાત બનતું ગયું. બંનેના જીવન અને સંગીતનું સામ્યા સહુને તાજુબ કરતું હતું.
વળી, પિયાનો પર તેઓ કોઈ સામાન્ય સંગીત વગાડતાં નહોતાં, પણ ચોપલીન, બાથ અને બિથોવન જેવા મહાન વાદકોની રચના બંને સાથે મળીને પ્રસ્તુત કરતાં હતાં. નિશાળો અને ચર્ચામાં આ વિશિષ્ટ બેલડીનું પિયાનોવાદન યોજાવા લાગ્યું. ટેલિવિઝન પર એમના કાર્યક્રમો પ્રસારિત થયા. સિનિયર સિટિઝન માટેની ક્લબોમાં સિનિયર સિટિઝન માર્ગારેટ અને રૂથના કાર્યક્રમો લોકપ્રિય બની ગયા. વળી અપંગો માટેનાં પુનર્વાસ કેન્દ્રોમાં આ બે પ્રૌઢ મહિલાઓના કાર્યક્રમો પ્રેરક બની ગયા.
માર્ગારેટ અને રૂથની જોડી ઠેર ઠેર જાણીતી બની ગઈ. માર્ગારેટે કહ્યું, “મારું સંગીત છીનવાઈ ગયું હતું, પણ ઈશ્વરે મને રૂથના રૂપે પાછું આપ્યું.”
છેલ્લાં કેટલાંય વર્ષોથી પિયાનો બૅન્ચ પર પડખોપડખ બેસીને સંગીત વગાડતી રૂથ તો કહે છે કે, “આ ઈશ્વરનો જ ચમત્કાર કે જેણે અમને બંનેને મેળવી આપ્યાં.”
સંગીતમાં જેમ સૂર અને તાલ હોય, પિયાનોમાં જેમ ‘ઇબોની' અને ‘આયવરી' હોય, બસ એવાં જ છે. માર્ગારેટ પૅટ્રિક અને રૂથ ઇઝેનબર્ગ.
]
એક હાથ શ્વેત, બીજો હાથ શ્યામ ! • 65