________________
એફરેન અને તેની લાગાડીવાળી સ્કૂલ શીખવવાનું શરૂ કર્યું. એમના અજ્ઞાનનો અંધકાર અળગો કરવા ઉપરાંત એમનું જીવન ઊજળું બનાવવું હતું. આ જરૂરિયાતમંદ બાળકોને મૅડિકલ સારવાર અને પૌષ્ટિક આહાર પણ આપવા લાગ્યો.
મજાની વાત એ છે કે ફિલિપાઇન્સની નિશાળોમાં શાળા છોડી દેતાં બાળકોનું પ્રમાણ વધુ હતું, જ્યારે એફરેનના ગતિશીલ વર્ગખંડમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ નિયમિત હાજરી આપવા લાગ્યા. એમાંથી ૮૫ થી ૯૦ ટકા જેટલાં બાળકો તો શાળાશિક્ષણ સાથે સમય જતાં જોડાઈ ગયા, તો બાકીનાં કેટલાંક નિરક્ષરમાંથી શિક્ષિત બનેલાં બાળકો એફરેનની સાથે એના ગતિશીલ વર્ગખંડનાં સભ્ય બની ગયાં.
એફરેન આ બાળકો પ્રત્યે એમના વડીલબંધુ જેવું વલણ રાખે છે. એ જાણે છે કે આ બાળકોને કપરી આર્થિક પરિસ્થિતિ, અતિવિચિત્ર સંજોગો અથવા તો અસામાજિક ટોળકીના દબાણને વશ થઈને બેહાલીની જિંદગી જીવવી પડે છે. એફરેન એમને જીવનનો જુદો રાહ અપનાવવાની સમજ આપે છે અને તે માટે એમનો માર્ગદર્શક બને છે. એનો ઇરાદો આ બાળકો કે કિશોરોને માત્ર શિક્ષિત બનાવવાનો જ નથી, પરંતુ એમનામાં પર્યાવરણ,
સાગરના પેટાળમાંથી મોતીની ખોજ * 69