________________
હોય, તે વળી ઊભા રહીને કઈ રીતે ઑપરેશન કરી શકે ?
મનમાં ધ્યેય અને હૃદયમાં સંકલ્પ હતો. પરિણામે એમણે સ્ટેન્ડિંગ હીલચૅરની કલ્પના કરી અને આખરે આવી વ્હીલચૅર પણ બની. હૉસ્પિટલના તંત્રે એમને પાંત્રીસ હજાર ડૉલરની આ સ્ટેન્ડિંગ વહીલચૅર ખરીદવાની સંમતિ આપી. આ સ્ટેન્ડિંગ વહીલચૅરમાં સીટ બેલ્ટ અને ચેસ્ટ બેલ્ટની એવી વ્યવસ્થા હતી કે એને કારણે એમને ઊભા રહેવા માટે પૂરતો ટેકો મળી રહેતો હતો. ખભાની સર્જરીમાં દર્દીને બેસવું પડે અને સર્જનને ઊભા રહેવું પડે.
સ્ટેન્ડ અપ વહીલચૅરની મદદથી આ સર્જન ફરી પોતાના પસંદીદા ખભાના સાંધાનાં ઑપરેશન કરવા લાગ્યા. ખભાનાં હાડકાંની સર્જરી કરતી વખતે ટટ્ટાર રહેવા માટે પટ્ટો બાંધવો તો અનિવાર્ય હતો, પણ પટ્ટો બાંધવાથી
ઑપરેશન કરવાની તાકાત આવી જાય તેમ હોતું નથી. આને માટે માનસિક તૈયારી અને કોઠાસૂઝની જરૂર હોય છે. આ સર્જન કહે છે કે આ તાકાત એમને એમની પત્ની, આત્મીય પરિવારજનો અને પોતાના સંકલ્પબળમાંથી મળી છે.
આજે વહીલચૅરમાં બેસીને કે સ્ટેન્ડ અપ ચૅરમાં ઊભા રહીને આ સર્જન ઑપરેશન કરી રહ્યા છે ! પ્રતિકૂળતા સામે માનવીય પુરુષાર્થે મેળવેલા વિજયનું સાક્ષાત્ દૃષ્ટાંત બની ગયા છે !
ઊંચું તાક નિશાન + 79