________________
અરે ! તમે બધાં ઘડીભર અહીં જ બેસી રહેજો. હું પળવારમાં પાછી આવું છું.”
આમ કહી, મિલી સેન્ટરના બીજા ખંડ ભણી દોડી ગઈ અને થોડી વારમાં વોકર સાથે ચાલતી શ્વેત વાળવાળી મહિલાને લઈને આવી. ઠીંગણા કદની એ ગોરી મહિલાની આંખો પર વધુ નંબરના કારણે ચશ્માંના જાડા ગ્લાસ હતા. મિલીએ
માર્ગારેટને આ મહિલાનો પિયાનો વગાડતા માર્ગારેટ અને રૂથ
પરિચય કરાવતાં કહ્યું,
માર્ગારેટ પૅટ્રિક, આ રૂથ ઇઝેનબર્ગને મળો.”
બંને પ્રૌઢ મહિલાઓએ હાથ મેળવ્યા. માર્ગારેટના ચહેરા ઉપરની ઉદાસી પળવારમાં અળગી થઈ. મિલી મેકહાફે કહ્યું,
માર્ગારેટ, આ રૂથ પણ તમારી માફક જ પિયાનો વગાડતી હતી. પતિ અને પુત્રના અવસાનના આકરા પ્રહારને સંગીતના સથવારે સહન કર્યા છે. પેરાલિસિસના હુમલાએ એનો પિયાનો, એનો આનંદ અને એના પ્રાણ છીનવી લીધા છે ! પરિણામે એ પેરાલિસિસના વ્યાધિ પર પોતાનો પિયાનો છીનવી લેવા માટે વારંવાર એને ધિક્કારે છે. પેરાલિસિસે એના ડાબા હાથનું ચેતન હરી લીધું છે.”
આ દર્દીઓ વચ્ચેની દુ:ખદ પરિસ્થિતિમાં મિલીના ચિત્તમાં એક નવીન વિચારનો ચમકાર થયો. નિગ્રો મહિલા માર્ગારેટ પૅટ્રિકનો જમણો હાથ નકામો છે અને અમેરિકન શ્વેત યુવતી રૂથનો ડાબો હાથ નકામો છે, પણ માર્ગારેટનો ડાબો અને રૂથનો જમણો હાથ ભેગા મળે તો ? જો બંનેના આ હાથ ભેગા થાય, તો તેઓ જરૂર પિયાનો વગાડી શકે. જીવનનો પરમ આનંદ પુનઃ પ્રાપ્ત
એક હાથ શ્વેત, બીજો હાથ શ્યામ ! • 63