________________
રઝિયા જાન : વિદ્યાર્થિનીઓની વચ્ચે વધારવી હોય, તો શિક્ષકને બદલે શિક્ષિકાઓ વધારે જોઈએ. પરંતુ એ કરે શું ? એણે એની શાળા શરૂ કરી. એ જાણતી હતી કે એના વતનમાં અંદાજે ૨૪ લાખ જેટલાં બાળકો છે અને એમાંની મોટા ભાગની બાળાઓએ ક્યારેય નિશાળનું બારણું પણ જોયું નથી. શાળાએ જતી બાળાને વાંચતાં-લખતાં અને અંકગણિત શીખવા માટે ઘણું સહન કરવું પડે છે, પરંતુ રઝિયાને એક જ વાતનો આનંદ હતો કે જ્યારે એ આ બાળાઓને હોંશે હોંશે શાળામાં આવતી જોતી, વર્ગખંડમાં એકસાથે સમય પસાર કરતાં જોતી અને એમાં પણ પહેલી વાર પોતાનું નામ લખીને એને અતિ રોમાંચથી વાંચતી બાળાઓને એ જોતી ત્યારે એમ લાગતું કે ભવિષ્ય આશાવિહોણું નથી. એના દિલમાં એવી શ્રદ્ધા હતી કે એની આ મશાલની નાનકડી જ્યોત ભવિષ્યનો તેજસ્વી પ્રકાશ બનશે. રઝિયા કહે છે,
“મારી શાળા નાની છે, હું કોઈ મહાન કાર્ય કરી શકતી નથી, પરંતુ અહીં તે શરૂ કરીને એક મશાલ પ્રગટાવું છું અને મને શ્રદ્ધા છે કે આ મશાલની જ્યોત ખૂબ જ પ્રકાશ ફેલાવશે. મને આશા છે કે એક દિવસ આ વિદ્યાર્થિનીઓ અહીંયાં જ શિક્ષણ આપવા માટે આવશે, કારણ કે હું અહીં જિંદગીભર ટકી શકવાની નથી. હું ઇચ્છું છું કે આ શાળા એવું કંઈક કરશે કે જે સેંકડો વર્ષો સુધી ટકી રહેશે.”
લોહીના લાલ રંગ વચ્ચે • 57