________________
ખોલવાનું નક્કી કર્યું. ૨૦૦૮માં એણે શાળાનો પ્રારંભ કર્યો, તે પહેલાં એક સાંજે ચાર વ્યક્તિઓએ શાળાની મુલાકાત લીધી. એમના અવાજ માં સત્તાનો તોર હતો અને સાથોસાથ સ્પષ્ટ ધમકી હતી. એમણે રઝિયાને હ્યું, ‘અમે આ તને છેલ્લી તક આપવા આવ્યા છીએ. તું શા માટે છોકરીઓની સ્કૂલ ખોલી રહી છે ? આ નિશાળને છોકરાઓ માટેની નિશાળ બનાવ, કારણ કે અફઘાનિસ્તાનની કરોડરજ્જુ તો એના યુવાનો છે.'
સામે સશસ્ત્ર ચાર યુવાનો હોવા છતાં રઝિયા સહેજે ડરી નહીં. એણે એ યુવાનો તરફ નજર માંડીને કહ્યું, ‘મને માફ કરજો. તમને ખ્યાલ નથી કે તમે દૃષ્ટિહીન બન્યા છો. મહિલાઓ તો અફઘાનિસ્તાનની દૃષ્ટિ છે, આથી તમને હું એ દૃષ્ટિ પ્રદાન કરવા આવી છું.'
કેટલાકે રઝિયા જાનને સમજાવવાની કોશિશ કરી. કોઈએ કહ્યું કે આગમાં સામે ચાલીને હાથ નાખવો રહેવા દે. બીજાએ સલાહ આપી કે તારા દીકરાની સંભાળ લે એટલું બસ છે. આ બાળાઓની ચિંતા છોડી દે. મોં પર તેજાબ નાખશે, તો શી હાલત થશે, એનો તને અંદાજ છે ખરો ? બંદૂકની ગોળી પળવારમાં વીંધી નાખશે, તેનો ખ્યાલ છે ખરો ? પરંતુ નીડર રઝિયા સહુને કહેતી હતી, ‘તમે આવા લોકોથી ડરીને જીવી ન શકો. તમારામાં ના કહેવાની શક્તિ હોવી જોઈએ. હું એમનાથી મોટી હોવાને લીધે એ પુરુષ મારાથી ભલાઈપૂર્વક ડરી ગયા હશે, પણ તેઓ મારી સામે દલીલ કરી શક્યા નહીં. આવી ધમકી આપનાર પુરુષોને મેં ફરી વાર ક્યારેય શાળાની આસપાસ જોયા નથી.'
રઝિયાએ બાળાઓ માટે શાળા ખોલી, ત્યારે એ શાળામાં પ્રવેશ મેળવવા માટે બાર-ચૌદ વર્ષની છોકરીઓ આવી હતી. આ છોકરીઓનાં નામની નોંધણી કરવામાં આવી, ત્યારે એમને એમનું નામ લખતાં-વાંચતાં આવડતું નહોતું. છોકરીઓને નાની વયે લગ્નબંધનમાં બાંધીને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી હતી. બાર વર્ષની ખદીજાના ભાઈએ એના લગ્ન માટે સોદો
ર્યો હતો. એના ભાઈએ કહ્યું, ‘મારી બહેન તારી સાથે પરણશે અને તારી બહેન મારી સાથે લગ્ન કરશે.'
હવે ખદીજાનો ભાવિ પતિ અને એના ભાવિ સસરા ખદીજાની જિંદગી
લોહીના લાલ રંગ વચ્ચે • 55