________________
અફઘાનિસ્તાનની શાળામાં બાળકો સાથે રઝિયા જાન માણી હતી. લોકશાહીના ઈમાનની ઇજ્જતને જાણતી હતી, નારીના ઊંચા દરજ્જાને જોતી હતી, પરંતુ એણે મનોમન વિચાર્યું કે આ ચમકદમકભરી દુનિયામાં અને સુખ-સંપત્તિથી સમૃદ્ધ સ્ત્રીઓ વચ્ચે એનાથી એના વતનની બેહાલી અને નારીની દુર્દશા ભુલાતી નહોતી. પોતાના સુખની ખેવના નહોતી, બીજાના દુઃખની પરવા હતી. એ પારકી પીડા વહોરવા નીકળી, વતનની નિરક્ષર, મજ બૂર અને મોતના ઓથાર હેઠળ જીવતી સ્ત્રીઓની ચિંતા કોરી ખાતી હતી.
અમેરિકાની આઝાદ સ્ત્રીઓને જોતી ત્યારે એના હૃદયમાં કાંટા ભોંકાતા હતા. મનોમન થતું કે મારી જન્મભૂમિની સ્ત્રીઓને ન પોતીકો અવાજ છે, ન એમની પાસે શિક્ષણ છે, ન બોલવાનું કોઈ સ્વાતંત્ર્ય છે, ન નોકરી છે, ન ટકી રહેવાની કોઈ ખુમારી છે.
મેસેચુએટ્સના ડક્સબરીમાં ટેલરિંગના બિઝનેસની આ માલિક રઝિયા જાન પોતાના શહેરની રોટરી ક્લબની પ્રમુખ બની. અમેરિકાની સમાજસેવાની સંસ્થાઓ સાથે જોડાવા લાગી. જોર્ડન હૉસ્પિટલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની સંભ્ય બની.
૨૦૦૧ની ૧૧મી સપ્ટેમ્બરના આતંકવાદી હુમલા પછી એણે પોતાની આસપાસના લોકોને એકઠા કરીને ગ્રાઉન્ડ ઝીરોમાં અર્થાત્ આતંકવાદી
લોહીના લાલ રંગ વચ્ચે • 53