________________
લોહીના લાલ રંગ વચ્ચે
મારું કામ છે સતત જ્ઞાનની મશાલ જલતી રાખવાનું,
પણ હા આ મશાલમાં કોઈ સ્નિગ્ધ તેલ રેડવાનું નથી, પરંતુ દેહનું ધગધગતું લોહી સિંચવાનું છે.”
અફઘાનિસ્તાનમાં આવી મશાલ જલાવનારને જિંદગીની મહેરબાની મળતી નથી, પરંતુ જિંદા જલાવી દેવાનો ખોફ મળે છે. જે વ્યક્તિ સ્ત્રીઓ માટે શિક્ષણની મશાલનો પ્રકાશ ફેલાવે, એને ધોળે દિવસે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.
યુદ્ધગ્રસ્ત અને રૂઢિગ્રસ્ત અફઘાનિસ્તાનમાં આવી જ્ઞાનની મશાલ જલાવનારી જિંદાદિલ રઝિયા જાનને માત્ર વિદ્યાપિપાસુ વિદ્યાર્થિનીઓ કે શાળાના સંચાલનની સમસ્યાઓનો જ સામનો કરવાનો નથી, પરંતુ આસપાસની આખી સૃષ્ટિએ એની સામે ખડી કરેલી અપાર આફતોનો ડર્યા વિના,
રઝિયા જાન