________________
HERO
YEAR
* * છે.
‘રો ઑફ ધ ઇયરની ટ્રોફી સાથે પુષ્પા બાઝનેટ નહોતો. પરંતુ એને પુષ્પા મામુ મળી ગયાં. પોતાની બંને પુત્રીઓને એમની સાથે મોકલી. આજે એ કહે છે કે “આ મામુ ન હોત તો મારી બાળકીઓ શેરીમાં ભટકતી હોત, મામુ, એક માતાની જેમ જ સહુને સાચવે છે.' જ્યારે આ મહિલાની મોટી દીકરી તો કહે છે કે “પુષ્પા વગરનું જીવન એ કલ્પી શકતી જ નથી.'
નેપાળ જેવા અત્યંત ગરીબ દેશમાં પુષ્કા એકસો બાળકોની યશોદા માતા બની છે. બાળકોને એણે જીવનમુક્તિનો અનુભવ આપ્યો છે અને માતાના લાગણીભર્યા સ્નેહની પહેચાન આપી છે.
પુષ્પા બાઝનેટ કહે છે કે કોઈ માતાની સજા પૂરી થતાં એ જેલમાંથી નીકળીને એના સંતાનને લેવા માટે ‘બટરફ્લાયમાં આવે છે અને પોતાના સંતાનને સાથે લઈ જાય છે. પણ આ રીતે એક શિશુ પણ ‘બટરફ્લાય ’માંથી એનાથી વિખૂટું પડે, તો પુષ્કાને અત્યંત દુઃખ થાય છે. એ સમયે એને માત્ર આનંદ એ વાતનો હોય છે કે એ શિશુ પોતાનાં માતા-પિતા સાથે પોતાના ઘેર જઈ રહ્યું છે !
પુષ્પાનાં ‘બટરફ્લાય” 49