________________
કહે છે કે “આ બાળકો જો મારી આજુબાજુ ન હોય, તો મારે માટે જીવવું આકરું થઈ પડે. એમની સાથે હું પારાવાર પ્રસન્નતાનો અનુભવ કરું છું.”
પુષ્પા આ બાળકોને અહીં સુખેથી રાખે છે ખરી, પરંતુ સાથોસાથ એ બાળકોનો એમનાં માતાપિતા સાથેનો સંબંધતંતુ જોડાયેલો રહે તેવું પણ ઇચ્છે છે, આથી આ બાળકોને ઘણી વાર દિવસે માતા-પિતા સાથે નિરાંતે રહેવા મોકલે છે, પરંતુ પોતાનાં મારાં પતંગિયાંને મમ્મી એમ ને એમ મોકલી દેતી નથી ! આ બાળકો કારાવાસમાં રહેવા જાય, ત્યારે પુષ્પા એમની સાથે એમનું ભોજન, કપડાં અને તાજું પાણી આપે છે. વળી એનો ખ્યાલ એવો પણ છે કે આ બાળકોનાં માતાપિતા ભલે જેલમાં હોય, પરંતુ એ બહારના અન્ય કુટુંબીજનો સાથે કૌટુંબિક સંબંધે જોડાયેલાં રહે તો સારું, જેથી તેમનામાં જગત પ્રત્યે કટુતા ન આવે. આ રીતે એનાં સાઈઠ જેટલાં બાળકો પોતાના કુટુંબીજનો સાથે સંકળાયેલાં છે.
આ બાળકોમાં લાચારી ન આવે એ માટે ૨૦૦૯માં પુષ્કાએ એક નવું આયોજન કર્યું. એણે કારાવાસ ભોગવતાં આ બાળકોનાં માતાપિતાને હસ્તકલા શીખવવાનું શરૂ કર્યું. તેઓ હસ્તકલાની ચીજવસ્તુઓ તૈયાર કરે, તેનું વેચાણ કરીને પુષ્પા એમાંથી બાળકોના સાર-સંભાળના ખર્ચ માટે પૈસા એકઠા કરવા લાગી, આથી માતાપિતા ભલે જેલમાં હોય, તોપણ તેઓ પોતાનાં બાળકોની સંભાળ લે છે અને તે માટે સ્વાશ્રય કરે છે, એવો ભાવ એમનામાં જાગે છે. બાળકો પણ કોઈ લાચારીથી જીવતાં નથી એવું બળ અનુભવે છે. - પુષ્પાની દીર્ઘદૃષ્ટિ તો એ કે જેલમાં રહીને હસ્તકલાના નમૂનાઓ બનાવનારાં આ માતાપિતા જ્યારે જેલમાંથી બહાર નીકળે, ત્યારે એમની આ કુશળતા એમને ટેકારૂપ બને છે, એટલું જ નહીં, પણ એમની આ ક્ષમતા એમને પોતાનાં સંતાનો સાથે જોડાયેલાં રાખે છે.
આની પાછળ પુખાનો એક વિશેષ હેતુ પણ હતો. એણે જોયું કે કારાવાસ વેઠતાં માતાપિતામાં દીનતા અને હીનતાનો ભાવ આવી જાય છે. એમને એમ લાગે છે કે એમનું જીવન સાવ વ્યર્થ છે. બીજાને તો ઠીક, પણ પોતાનાં પેટનાં જયાંને પણ મદદરૂપ થઈ શકતાં નથી. સાવ નક્કામાં બની ગયાં છે ! આવે સમયે પુષ્પો એમને અહેસાસ કરાવે છે કે તેનો ભલે જેલમાં
પુષ્પાનાં બટરફ્લાય’ • 47