________________
રસોઈ કરે. એ બાળકોનાં કપડાં ધુએ અને એમને માટે જુદી જુદી ખરીદી પણ કરવા બજારમાં જાય.
શરૂઆતમાં તો આટલાં બધાં બાળકોની સંભાળ લેવાનો મોટો બોજ પુષ્પા પર આવી ગયો. છ વર્ષથી નાનાં શિશુઓને સવારથી સાંજ સુધી ‘ડે કેર માં સાચવે ! એથી મોટી વયનાં બાળકોને માટે એણે એક ઘર ખરીધું. અહીં એમને શિક્ષણ, ભોજન અને આરોગ્યસુવિધાની સગવડ ઊભી કરી. એમને સામાન્ય જિંદગી જીવવાની તક આપવાનો સાચા દિલથી પ્રયત્ન કર્યો.
એના સાથીઓ વિચારતા કે સામાન્ય રીતે એક-બે બાળકોની સંભાળ લેવી પણ કુટુંબને મુશ્કેલ લાગતી હોય છે, ત્યારે પુષ્પા એની આ બાળકોની ફોજને કઈ રીતે સંભાળી શકશે ? વળી જેલમાંથી લવાયેલાં આ બાળકો જુદા જુદા સામાજિક સ્તરમાંથી આવ્યાં હતાં, તેથી વાસ્તવિક દુનિયા સાથે એમનો મેળ બેસવો મુશ્કેલ હતો. એમની બોલચાલની ભાષા સાવ જુ દી હતી અને એમનું વર્તન વિચિત્ર પણ હતું, પરંતુ પુષ્પા બાઝનેટ કહે છે,
| આ સઘળું કામ કરતાં કદી થાકતી નથી. આ બાળકો જ મને તાકાત બક્ષે છે અને એમનું હાસ્ય મને પ્રોત્સાહિત કરે છે.'
પુષ્મા સ્વપ્ન સેવે છે, પણ સાથે એને સાકાર કરવા વિશે ગંભીર ચિંતન પણ કરે છે. ‘બટરફ્લાય'માં એણે એવી રચના કરી કે મોટી વયનાં બાળકો નાનાં બાળકોની સ્નેહભરી સંભાળ લે. એમની વચ્ચે મોટા ભાઈ-નાના ભાઈ કે મોટી બહેન-નાની બહેન જેવો સ્નેહ જાગે. વળી એની સાથોસાથ એણે એવું પણ કર્યું કે દરેક બાળક એના પોતાના આ ઘરનું કોઈ નાનું-મોટું કામ કરે. પતંગિયાંથી બેસી કઈ રીતે રહેવાય ? આ ‘બટરફ્લાય’માં પુષ્કાએ વાંચનખંડ અને નાનું ગ્રંથાલય પણ ઊભાં કર્યો.
આને પરિણામે બાળકોને આ ઘર પોતીકું લાગવા માંડ્યું અને બધાં બાળકો પુષ્કાને ‘મામુ’ અર્થાત્ મમ્મી તરીકે સંબોધે છે. પણ આ ‘મમ્મી' એવી છે કે જેને આખા વર્ષમાં એક પણ દિવસ રજા મળતી નથી. સતત બાળકોની સંભાળ લેવાની, એમની સાથે રમવાનું, એમની સાથે જ ભોજન કરવાનું અને એમના અભ્યાસની ચિંતા અને વ્યવસ્થા કરવાની. પોતાને રજા મળતી નથી તેનો પુષ્કાને લેશમાત્ર અફસોસ નથી. એ તો
46 * જીવી જાણનારા