________________
જેલના કેદીના શિશુ સાથે આનંદિત બની જતું. અંધારી કોટડીમાં જીવતી માતાઓને સ્વપ્નેય એવી કલ્પના નહોતી કે બહારના જગતમાંથી કોઈ આવીને એમનાં બાળકોની સંભાળ લેશે. ધીરે ધીરે એ સ્ત્રીઓને પણ લાગ્યું કે આને કારણે એમનાં બાળકોનું ભવિષ્ય વધુ સારું થશે. કેટલાક મહિના કે વર્ષોથી જેલમાં જીવનારાં આ બાળકોને પુષ્પા એના ઘેર લઈ આવતી, ત્યારે શરૂઆતમાં થોડાં અસહજ લાગતાં હતાં. સામાન્ય બાળકો કરતાં જુદી વર્તણૂક કરતાં હતાં. એમનાં ભાષા, વિચાર અને વર્તન પણ સામાન્ય બાળકો જેવાં નહોતાં. શરૂઆતમાં કેટલાંક બાળકો સાવ અતડાં રહેતાં હતાં, પણ થોડા દિવસમાં એ પુષ્પા સાથે હળીમળી ગયાં.
સવારે એ શિશુઓને જેલમાંથી બહાર લાવીને સાંજે પાછી મૂકી જતી. એ પછી એણે કાઠમંડુમાં ભાડાનું ઘર છોડીને બાળકોની સંભાળ રાખવા માટે એક ઘર ખરીદ્યું. ઘરનું નામ રાખ્યું ‘બટરફ્લાય’. આ બટરફ્લાયમાં શિશુઓ એમની મસ્તીથી ઊડતાં રહે ! રંગબેરંગી દુનિયામાં રાચતાં રહે ! આમતેમ મનમોજથી ફરતાં રહે ! બાળકોની સંભાળ લેવા માટે એના એક સહકાર્યકરે એને સેવાકાર્યમાં સહયોગ આપવાનું નક્કી કર્યું. અહીં પુષ્પા આ શિશુઓ માટે
પુષ્પાનાં ‘બટરફ્લાય’ + 45