________________
સાહસ હોવું જરૂરી છે. અંતિમ લક્ષ તો મરતાં મરતાં પણ મળ્યા વિના રહેતું
નથી.’
માનવીનું અદમ્ય ખમીર, એની સાહસવૃત્તિ અને મોતને પડકારવાની એની હિંમતનું ચિશેસ્ટર જીવંત ઉદાહરણ બની ગયા. દૂબળું શરીર, કમજોર આંખો, મોટી ઉંમર અને કૅન્સરના વ્યાધિ સાથે સાગરની સફરના ઇતિહાસમાં અનેરી સિદ્ધિ નોંધાવનારા સાહસવીર તરીકે ચિશેસ્ટર અમર બની ગયા છે.
38 • જીવી જાણનારા