________________
એકવીસ વર્ષની પુષ્કા બાઝનેટને ભીતરમાંથી એક અવાજ સંભળાયો. દુનિયા બહારના કોલાહલમાં ડૂબેલી હોય છે ! કોઈ વિરલા પાસે જ ભીતરનો અવાજ સાંભળવાના કાન અને હૃદય હોય છે ! પુષ્પો બાઝનેટ કાઠમંડુની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરતી હતી. એણે સ્નાતક કક્ષાએ સોશ્યલ વર્કનો વિષય લીધો હતો. આ વિષયનો જેમ જેમ એ અભ્યાસ કરતી ગઈ, તેમ તેમ એને એની આસપાસના સમાજને જોવાની દિલચસ્પી જાગી. પુસ્તકોની દુનિયામાંથી એ પોતાની ચોપાસની દુનિયામાં ઘૂમવા લાગી, કારાવાસ ભોગવતા જુદા જુદા સામાજિક વર્ગના લોકોનું જીવન, એમનો સંઘર્ષ અને એમની વર્તમાન સ્થિતિની પ્રત્યક્ષ જાણકારી મેળવવા લાગી.
અભ્યાસની કેડીએ ચાલતી આ એકવીસ વર્ષની છોકરી છે કે કાઠમંડુની જેલ સુધી પહોંચી ગઈ અને જેલમાં ફરતાં એણે એક હૃદયદ્રાવક અનુભવ કર્યો. આ જેલમાં મરવાને વાંકે જીવતાં હોય તેવાં શિશુઓ જોયાં. સુસ્તીથી એક ખૂણામાં પડી રહેલાં બાળકો જોયાં. મેલાંઘેલાં અને ફાટેલાં કપડાં પહેરેલાં એ બાળકોની પાસે વાંચવાનાં પુસ્તક તો ક્યાંથી હોય ! ખાવાના સાંસા હતા !
કશાય વાંકગુના વિના આ નિષ્પાપ, નિર્દોષ શિશુઓને જેલના સળિયાઓની પાછળ જીવવું પડતું હતું. અંધારી દુનિયાનો અભિશાપ વેઠવો પડતો હતો ! વાંક-ગુના વિના જન્મતાંની જ સાથે આજીવન કારાવાસની સજા ! ઊછળકૂદને બદલે જેલની ખોલીમાં જીવવાની સજા ! વળી ચોપાસ વાતાવરણ પણ કેવું ભયાવહ ! ક્યાંક અપશબ્દોની ઝડી વરસતી હોય. કેદીઓ વચ્ચે વારંવાર નાના-મોટા ઝઘડા થતા હોય ! ક્યાંક પોલીસોનો ત્રાસ જોવા મળતો હોય, તો ક્યાંક ગુનાના બોજથી મૃત્યુની રાહ જોતા ગુનેગારો લમણે હાથ દઈને કે ટૂંટિયું વાળીને બેઠા હોય.
અહીં નાનાં બાળકોને જોઈને પુષ્પાના મનમાં એવો વિચાર જાગ્યો કે પોતે કેટલી નસીબદાર હતી કે બાળપણમાં અપાર સુખની વચ્ચે એનો ઉછેર થયો. પાણી માગ્યું તો દૂધ મળ્યું. મોંધી કિંમતનાં ઢીંગલા-ઢીંગલી મળ્યાં. રમકડાંનો તો પાર નહીં. ધીરે ધીરે ઘરમાં પુસ્તકોનો ઢગ પણ ખડકાવા લાગ્યો. આમ આ એકવીસ વર્ષની યુવતી કારાવાસમાં કાળી જિંદગી જીવતાં બાળકોને જોઈને પોતાના સુખી બાળપણની સ્મૃતિમાં સરી પડી ! માનવીનું મન કઈ ક્ષણે
40 * જીવી જાણનારા