________________
પુષ્પાનાં ‘બટરફ્લાય”
જગત જીવે છે સ્વપ્નદ્રષ્ટાઓથી ! પોતાનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે એ કોઈ કંટકછાય, દુર્ગમ રાહ પસંદ કરે છે. એ રાહ પર ચાલતાં વારંવાર ઠોકરો ખાય છે, પછડાય છે, અથડાય છે, પણ વળી પાછાં ટટ્ટાર ખડા થઈને આગળ વધે છે. એમને દુન્યવી સુખમાં સહેજેય રસ નથી, વૈભવી ઝાકમઝાળ પર મીટ માંડતાં નથી. એ તો પોતાના સ્વપ્નની સિદ્ધિ કાજે સર્વસ્વ ન્યોછાવર કરી જીવે છે !
સામાન્ય માનવી સંપત્તિ અને સમૃદ્ધિ પાછળ દોડ લગાવે છે, જ્યારે આ સ્વપ્નસેવીઓ સ્વપ્નસિદ્ધિ કાજે દિવસે દોડે છે, ને રાતોની રાતો ઉજાગરા કરે છે. અણગમતાને ગમતું કરે છે, આતને આનંદ માને છે અને સ્વપ્ન સિદ્ધ થાય નહીં, ત્યાં સુધી પલાંઠી વાળીને બેસતાં નથી.
આજથી આઠ વર્ષ પૂર્વે નેપાળની
પુષ્પા બાઝનેટ