________________
અસ્વીકાર કર્યો. એકલે હાથે આખું જગત ખેડનારો કોઈનો સહેજે સહારો લે
ખરો !
આટલી લાંબી સફર ખેડી હોવા છતાં ચિશેસ્ટરના મુખ પર અનેરી સ્કૂર્તિ હતી. એમણે પ્લાયમથ બંદરે ઊતર્યા પછી સ્વાગત માટે આવનાર નામાંકિત પુરુષો સાથે હસતે મુખે હાથ મેળવ્યા. એમના પગમાં સહેજે થાક જણાતો ન હતો. એમના મુખ પર સહેજે કંટાળો દેખાતો ન હતો. લાંબી સફર ખેડીને આવેલા ચિશેસ્ટરને એક પત્રકારે પૂછ્યું, “અરે ! તમે તો સાવ તાજા-માજા લાગો છો. તમે હવે ફરી વાર આવી લાંબી સાગરયાત્રા કરી શકો ખરા?”
ચિશેસ્ટરે જવાબ આપ્યો : “હા, જરૂર કરી શકું પણ એક અઠવાડિયા પછી.” આવો છે ચિશેસ્ટરનો હિંમતભર્યો અડગ દિમાગ.
૬૫મે વર્ષે સાડાનવ મહિના સુધી ચાલનારી ત્રીસ હજાર માઈલની પૃથ્વીની પ્રદક્ષિણા કરનારા ચિશેસ્ટરે કેટલીયે સિદ્ધિઓ મેળવી, એ નાનકડી નૌકામાં કોઈ પણ નૌકાયાત્રી કરતાં બમણી ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણા કરનારા પ્રથમ માનવી બન્યા. કોઈ પણ બંદરે રોકાયા વિના સૌથી લાંબામાં લાંબું અંતર કાપનારા ચિશેસ્ટર જ , એકલે હાથે સાગર ખેડનારા કોઈ પણ માનવી કરતાં ચિશેસ્ટરે બમણી સફર ખેડી. આવી જ રીતે આવી નૌકામાં એક અઠવાડિયા સુધી સતત એકસો માઈલથી પણ વધુ અંતર કાપવાનો વિક્રમ એમણે બે વાર તોડ્યો. પોતાની સફરમાં ઊપડતી વખતે અને વળતી વખતે એકલે હાથે લાંબામાં લાંબું અંતર કાપવાનો વિક્રમ ચિશેઅરે બે વાર તોડ્યો.
આવા અનેક વિક્રમો સર્જનારી ચિશેસ્ટરની લાંબી, ખતરનાક અને સાહસિક સાગરયાત્રા વીસમી સદીની એક રોમાંચક સાહસસિદ્ધિ ગણાઈ. ચિશેસ્ટર તો મોટી ઉમરને અસલી કામ કરવાનો સમય માને છે. આ સમયે માનવી પોતાના વિશાળ અનુભવ, ઊંડા જ્ઞાન અને વિચારપ્રૌઢતાનો સાચો લાભ સમાજ ને અને દેશને આપી શકે છે. તેઓ કહે છે : “ જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લેતો હોય છે, ત્યાં સુધી તેને માટે કોઈ ને કોઈ કામ કરવાની તક રહેલી હોય છે. દરે ક મનુષ્યમાં આગળ ધપવા માટે અને સફળતા મેળવવા માટે
સાગરનો સાવજે • 37