________________
ભીતરમાંથી જાગેલો આ અવાજ પુષ્માના મનમાં પ્રતિધ્વનિત થયો. એણે ફરી પોતાની માતાને પૂછવું કે ઘણા પ્રયત્ન પણ એ પેલી હસમુખી છોકરીને ભૂલી શકતી નથી. હવે એ લાખ પ્રયત્ન કરીને પણ એ છોકરીને જેલની તોતિંગ દીવાલોમાંથી ખુલ્લી હવામાં લાવશે.
એનાં માતાપિતાએ એની આ વાતને હસી કાઢી. જેલમાં રહેલી બાળકી સાથે કંઈ આવાં હદયનાં બંધન હોય ? ભૂલી જવાની વાતને આમ પકડીને બેસી જવાય ? અંધારી દુનિયામાં જીવનાર સદા જીવનના અંધારામાં જ વસતાં હોય છે. એમનું નસીબ એ પ્રકારનું હોય છે. અજવાળું એમને ગમતુંય નથી અને ફાવતુંય નથી. માતાપિતાએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ પુષ્મા એમની વાતને સ્વીકારી શકી નહીં. એના મિત્રોને એણે અંતરના અવાજની વાત કરી, તો સહુને એને પાગલ ગણીને હસી કાઢી.
માતાપિતાએ સમજાવ્યું કે જેલમાં રહેલી એ બાળકીને બહાર લાવીને તે શું કરીશ ? તને કદાચ એનું હાસ્ય મળે, પણ એનું બહારની દુનિયામાં પાલનપોષણ કરવાની તારામાં હિંમત કે ક્ષમતા છે ખરી ? એક તો તું હજી કૉલેજમાં અભ્યાસ કરે છે, કોઈ નોકરી-ધંધો કરતી નથી અને આર્થિક ઉપાર્જનના બીજા કોઈ સ્ત્રોત પણ નથી, તો પછી એ બાળકની જવાબદારી કઈ રીતે સંભાળી શકીશ ?
પુષ્માએ કહ્યું કે મન હોય તો માળવે જવાય. એના મકસદમાં એ મક્કમ હતી. એ જાણતી હતી કે દુનિયાના અત્યંત ગરીબ દેશોમાં એના માદરેવતન નેપાળની ગણના થાય છે. એની અડધા ઉપરાંતની વસ્તી આંતરરાષ્ટ્રીય ગરીબીરેખા હેઠળ રોટલાના ટુકડા માટે ઓશિયાળું જીવે છે. આવી ગરીબીમાં કોઈએ ગુનો કર્યો હોય કે પછી જાણીબૂજીને અપરાધ કર્યો હોય, પણ તેને કારણે આ નાનાં હસતાં ફૂલ જેવાં નિર્દોષ બાળકોને જેલની સજા શા માટે ?
જેલની પરિસ્થિતિનો તલસ્પર્શી અભ્યાસ કરવા માટે પુષ્પાએ જેલની મુલાકાતો લેવાનું શરૂ કર્યું. એને ખ્યાલ આવ્યો કે કારાવાસ ભોગવતાં માતાપિતાનાં સંતાનોની સંભાળ લેવા માટે બહારની દુનિયાનો કોઈ માણસ તૈયાર નથી, આવાં બાળકોને કાં તો નસીબને આધારે શેરીમાં રખડતાં છોડી દેવાં પડે અથવા તો જેલના સળિયાની પાછળ એમનાં માતાપિતા સાથે રાખવા
42 * જીવી જાણનારા