________________
જેલના કેદીઓનાં બાળકો સાથે પુષ્પા બાઝનેટ શું અનુભવશે, એનો તાગ તો કોણ પામી શકે? પુષ્મા પોતાની બાલ્યાવસ્થાનાં મુગ્ધ સ્મરણોમાંથી બહાર આવી કે તરત એણે જેલના સળિયા પાછળ જીવતાં, સબડતાં શિશુઓને જોયાં. એમનું જન્મસ્થળ કારાવાસની કોટડી હતું. આ માસૂમ બાળકોનો શો ગુનો ? એમનો વાંક એટલો કે એમણે કોઈ રૂપાળા ઘરને બદલે બિહામણી જેલમાં જન્મ લીધો !
એક નાની બાળકીએ પુષ્માની શાલ પકડી લીધી. જાણે શાલ ખેંચીને એ હસતી હસતી પોતાની પાસે બોલાવતી હોય એમ લાગ્યું. એના ચહેરા પરનું હાસ્ય પુષ્કાની સ્મૃતિમાં જડાઈ ગયું. પુષ્પા ઘેર પાછી ફરી. પોતાના પિતાને થયેલા વિલક્ષણ અનુભવની વાત કરી. કોણ જાણે કેમ, પણ શાલનો છેડો પકડતી પેલી બાળકીનું હાસ્ય પુષ્પાના મનને આકર્ષી રહ્યું. એનાં માતાપિતાએ એને કહ્યું કે જીવનમાં કોઈ નવી કે અણધારી ઘટના બને, ત્યારે એ બે-ચાર દિવસ સવિશેષ યાદ રહે છે, પાંચમા દિવસે તો તારા ચિત્તમાં સ્મરણની એક રેખાય નહીં જડે.
પુષ્પાએ માતાની વાત સ્વીકારી તો ખરી, પરંતુ પેલી બાળકીનું હાસ્ય એને સતત આકર્ષતું અને પોતાના ભણી ખેંચતું લાગતું હતું. એવામાં એના ભીતરમાંથી અવાજ સંભળાયો, | ‘પુષ્પા, જેલમાં પાછી જા. એ મારી બાળકીને લઈ આવ.”
પુષ્પાનાં ‘બટરફ્લાય’ • 41