________________
ત્યાં સુધી પગ વાળીને બેસવાની વાત કેવી ?
ઈ. સ. ૧૯૬૪ના મે મહિનામાં એમણે ત્રીજી વાર ઍટલાંટિક સ્પર્ધામાં ઝુકાવ્યું. એ ત્રીસ દિવસમાં આ સિદ્ધિ મેળવવા માગતા હતા. ત્રીસ દિવસમાં માત્ર ત્રણ મિનિટ બાકી હતી અને એમણે આ સિદ્ધિ મેળવી !
સાગરનો લલકાર ચિશેસ્ટરના ખમીરને પોકાર કરતો હતો. ચોસઠ વર્ષના ચિશેસ્ટરે એક ખતરનાક દરિયાઈ સાહસ હાથ ધર્યું. એમણે નૌકા દ્વારા પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનો નિર્ધાર કર્યો. ઈ. સ. ૧૯૬૭ના ઑગસ્ટ માસમાં ઇંગ્લેન્ડના પ્લાયમથ બંદરેથી એમણે પોતાની યાત્રાનો આરંભ કર્યો. ઘણાએ ચિશેસ્ટરને ના પાડી હતી. એ જે મહાસાગરમાંથી પસાર થવાના હતા તે વિશ્વનો સૌથી વધુ તોફાની સાગર હતો. ચિશેસ્ટરને મોતનો ભય ન હતો.
ચોસઠ વર્ષે માનવી પથારીમાં સૂવાનું પસંદ કરે, ત્યારે આ ચિશેસ્ટર તો ત્રીસ હજાર માઈલની સાગર સફર ખેડીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું મન કરીને બેઠા હતા. સત્તાવીસ હજાર રૂપિયાની ‘જિપ્સી મોંથ 'માં એમણે પોતાની મહાયાત્રા શરૂ કરી. એમની આ સાગરસફર બે ભાગમાં વહેંચાયેલી હતી. પહેલામાં તો ઇંગ્લેન્ડના પ્લાયમથથી ઓસ્ટ્રેલિયાના સિડની સુધીનું તેર હજાર માઈલનું અંતર કાપવાનું હતું. પણ એ પાર કરતાં અગાઉ હજારો આપત્તિઓનો સામનો કરવાનો હતો. આ સમયે એકમાત્ર રેડિયોસેટ જ જગત સાથેના સંપર્કનું એમને માટેનું સાધન હતો.
૧૯૬૯ની ૨૭મી ઓગસ્ટે માનવધર્યની પરમ કસોટી સમી વિશ્વની સૌથી કપરી નૌકાયાત્રાનો આરંભ કર્યો. તોફાની દરિયા સામે નાનકડી નૌકામાં બેસીને એમને એકલે હાથે આપત્તિ સામે ઝઝૂમવાનું હતું. એમણે ધારી હતી એવી નૌકા તૈયાર થઈ ન હતી. દરિયાઈ બીમારી અને પગમાં થતી વેદના ચિશેસ્ટરને પરેશાન કરતાં હતાં. એમાંય વળી એક વાર તો મધરાતે ચિશેસ્ટરની નૌકા એક સ્ટીમર સાથે અથડાતાં માંડ માંડ બચી.
ત્રણ અઠવાડિયાં પસાર થઈ ગયાં. ચિશેસ્ટરે પોતાનો ૬૪મા વર્ષનો જન્મદિન દરિયો પર શાંતિથી પસાર કર્યો. એમણે પોતાની ડાયરીમાં લખ્યું,
હું માનતો નથી કે ઉમરની અસરમાંથી હું બચી શકું. પણ એનાથી ચિંતાગ્રસ્ત થવું શા માટે ? આપણી જિંદગીનો હેતુ તો જે ક્ષેત્રમાં હોઈએ તેમાં
32 • જીવી જાણનારા