________________
સાગર સફરી ફ્રાન્સિસ ચિશેસ્ટર
કલાક સુધી ભગીરથ પ્રયત્ન કર્યો. એ તોફાન, એ એકલતા અને એ ગાંડોતૂર સાગર પોલાદી હૈયાને ભાંગી નાંખે તેવાં હતાં.
એમણે દાંત ભીંસીને સુકાન સંભાળ્યું. એમના સતત ઘૂમતા હાથ થાકી ગયા. હવે માત્ર જીવતા ટકી રહેવાનો જ વિચાર કર્યો. પણ આખરે દરિયાલાલને આ બહાદુર બુટ્ટા સામે નમતું જોખવું પડ્યું. તોફાન શાંત થયું. આ ભયંકર તોફાનવેળાએ પણ આ સાહિત્યના શોખીન શેક્સપિયરનું વિખ્યાત
નાટક ‘ટેમ્પેસ્ટ’ વાંચતા હતા ! ‘જિપ્સી મોથ' શાંત ગતિએ આગળ ધપવા લાગી. એકવીસમી જુલાઈના મધ્યાહ્ન ચિશેસ્ટર ન્યૂયૉર્ક પહોંચી ગયા. ઍટલાંટિક મહાસાગરની આ પ્રથમ નૌકાસ્પર્ધામાં ચિશેસ્ટર પ્રથમ આવ્યા. ચાળીસ દિવસની હિંમતભરી સફર ખેડી. એમના આવ્યા બાદ છેક આઠ દિવસ પછી એમની પછીના હરીફની નૌકા ન્યૂયૉર્ક પહોંચી. ૧૯૬૧માં ચિશેસ્ટરને વર્ષના શ્રેષ્ઠ નૌકાસુકાનીનો ખિતાબ મળ્યો.
ચિશેસ્ટરને માટે દરેક સિદ્ધિ નવો પડકાર લઈને આવતી હતી. ૧૯૬૨માં એમણે ફરી વાર ઍટલાંટિક પાર કર્યો. આ સમયે ચાળીસ દિવસને બદલે તેત્રીસ દિવસમાં આ સિદ્ધિ મેળવી. ચિશેસ્ટરની તમન્ના તો ત્રીસ દિવસમાં ઍટલાંટિક પાર કરવાની હતી. જ્યાં સુધી આ સિદ્ધિ સાંપડે નહીં, સાગરનો સાવજ - 31