________________
ઉજ્જડ અને ખરાબાની જમીન પર ઝૂંપડાં બાંધીને રહે છે અથવા તો ગામથી ખૂબ દૂર એવા કોઈ તળાવના કિનારે એનાં ઝૂંપડાં હોય છે.
જ્ઞાનની ભૂખ મિટાવનારા શિક્ષણની વાત ક્યાં કરવી, જ્યાં પેટની ભૂખ શાંત કરવા માટે વલખાં મારવાં પડે છે. આજીવિકા મેળવવાની ચિંતામાં ને ચિંતામાં આખું જીવન ઘસાઈ જાય છે.
દશરથ એ સરકારી યોજનાઓની વાત સાંભળે છે, પણ એ યોજના એમના સુધી આવતી નથી. પોલીસો એમને માટે જુલમી રાવણ સમાન છે, એમનાથી એ સદાય ફફડતા રહે છે અને એમના બેરહમ અત્યાચારો મૂંગે મોંએ સહન કરે છે. ભદ્ર સમાજ એને ધુત્કારવાની સાથે અણગમા અને સુગની નજરે જુએ છે. દુર્ગધ મારતી સડેલી લાશ ફેંકી દેવાની હોય અથવા તો સરકારી શૌચાલયોને સાફ રાખવાનાં હોય, ત્યારે એમને ધમકી આપીને કે લાઠી ખેડાવીને એમની પાસે કામ કરાવવામાં આવે છે. અન્નના એક એક દાણા માટે તરસતા આ લોકોને ક્યારેક તો પેટની પ્રચંડ આગને ઠારવા માટે જીવતા ઉંદરોને આરોગવા પડે છે.
આવા સમાજનો દશરથ માંઝી ટેકરીઓ અને ખડ કોની આસપાસ વસેલા ગેહલુર ગામમાં વસતો હતો. મજૂરી કરતા દશરથને આ ટેકરી પાર કરીને બીજી બાજુ જવું પડતું હતું. ઘરની કોઈ નાની ચીજ-વસ્તુ ખરીદવી હોય, તો પણ ટેકરી ઓળંગીને લાંબો રસ્તો કાપવો પડતો. એ દૂર દૂર આવેલાં ખેતરોમાં મજૂરીએ જતો હતો અને એ જે ખેતરમાં કામ કરતો હોય, ત્યાં એની પત્ની ફગુની દેવી એ ટેકરીઓ પાર કરીને એને માટે ભોજન અને પાણી લઈને આવતી.
એક દિવસ ટેકરીઓને પાર ખેતરમાં કામ કરતા દશરથને પાણી માટે વલખાં મારવાં પડ્યાં. તરસથી એનો કંઠ રૂંધાતો હતો. શું કરવું એનો વિચાર કરતો હતો, અસ્પૃશ્ય હોવાને કારણે કોઈ પાણી નું પણ આપે; આથી રસ્તા પર દૂર સુધી નજર માંડીને એની પત્ની ફગુની દેવીની રાહ જોતો હતો, ઘણો સમય પસાર થઈ ગયો. દશરથને પાણીનો એટલો સોસ પડ્યો કે જાણે કંઠે પ્રાણ આવી ગયો, આખરે દૂરથી ફગુની દેવી આવતી દેખાઈ, પરંતુ એને માથે પાણીનો ઘડો નહોતો. દશરથ અકળાઈ ઊડ્યો, પણ પત્નીની તનતોડ
16 • જીવી જાણનારા