________________
ટેકરીઓ તોડતા દશરથ માંઝા મહેનતને જાણતો હોવાથી એણે હળવેથી પૂછ્યું, ‘કેમ પાણીના ઘડા વિના આવી છે ? મને ભારે તરસ લાગી છે.’ ફગુની દેવીની આંખમાંથી આંસુ સરી પડ્યાં.
એણે કહ્યું, ‘માથે ઘડો મૂકીને હું ટેકરી ઊતરતી હતી, ત્યારે રસ્તા પર પગ સહેજ લપસી પડતાં નીચે ગબડી પડી. શરીરે મૂઢ માર વાગ્યો, ઢીંચણ છોલાઈ ગયા અને મારો ઘડો તૂટી ગયો.
ફગુની દેવીની આ નિઃસહાયતા અને પારાવાર વેદના જોઈને દશરથ માંઝીનું હૃદય વલોવાઈ ગયું. એ કેટલાય દિવસ સુધી ઊંધી શક્યો નહીં. ઝૂંપડામાંથી બહાર નીકળે અને પળે પળે એને સામેની ઊંચી ટેકરી દેખાય. ૩૬૦ ફૂટ ઊંચી ટેકરીમાં અને ક્યારેક જીવનભક્ષક દૈત્ય દેખાતો હતો, તો ક્યારેક આંખની સામે સદાકાળ ઊભેલો અંધકાર જણાતો હતો. વળી એના મનમાં તરંગ જાગ્યો, આ ટેકરી પર ભલે ભૂતકાળમાં દેવતાઓ વાસ કરતા હોય, પરંતુ અમારે માટે તો આ ટેકરી વરદાન નહીં, પણ અભિશાપ છે.
એકલવીર માંઝી • 17