________________
ચીનની રિહેબિલિટેશન રિસર્ચ સેન્ટરમાં શરીરનું માપ આપતો પેન્ગ શુઇલીન
આ માનવીને માટે કૃત્રિમ પગ બનાવવાના કામે લાગી ગયા. એ બીબાં સાથે પગને જોડીને બે પગ વિનાના માનવીને ઊભા રહેતાં શીખવ્યું.
ભાંખોડિયાંભેર ચાલતું બાળક ઊભા થવા માટે દીવાલનો ટેકો લઈ શકે, પરંતુ પેન્ગને માટે આ અશક્ય હતું. એના પગમાં સામાન્ય માનવીના પગ જેવી ક્ષમતા કે શક્તિ નહોતી, પરંતુ એના અસામાન્ય નિર્ધારે એની મર્યાદાઓને બાજુએ હટાવી દીધી.
ડૉક્ટરોએ એ ચાલી શકે તે માટે સક્ષમ પગો આપ્યા અને એ પહેલી વાર કોરિડોરના પાઇપને પકડીને નાના બાળકની માફક પા પા પગલી પાડવા લાગ્યો. એ પછી ઘોડીના સહારે ચાલતો થયો અને ત્યાર બાદ પેન્ટ અને બૂટ પહેરીને એ છટાથી ફરતો થયો.
અર્ધા માનવીનો અર્ધી કીંમતનો સ્ટોર • 23