________________
લેખકના બે માલ
પ્રસ્તુત પુસ્તક ‘જૈનાગમ સ્વાધ્યાયમાં ઈ. ૧૯૪૭ થી શરૂ કરી આજ સુધી જે કાંઈ ગુજરાતી ભાષામાં જૈનાગમ વિષે લખ્યું છે તેમાંથી ચૂંટીને લખાણાના સંગ્રહ કરવામાં આવ્યા છે. હિન્દી અંગ્રેજીમાંના લખાણા અવસરે પ્રકાશિત કરવાના ઇરાદા છે.
પ્રથમના લેખમાં જૈન સાહિત્યના નિર્માણ પાછળનું દૃષ્ટિબિંદુ શું છે તે વિસ્તારથી નિરૂપવામાં આવ્યું છે, અને બીજા લેખમાં જૈનદાનિક વિચારણા જે પછીના કાળે વિસ્તાર પામી છે તેનુ મૂળ જૈનાગમમાં છે તે દર્શાવવાને પ્રયત્ન છે. આ પછી જૈનાગમા વિષે સર્વેક્ષણ છે. તેમાં જૈનાગમાના કર્યાં, તેને સમય, તેની વાચના, તેને વિષય. તેના વિચ્છેદની ચર્ચા, જૈનાગમા કયા કયા અને તેની ટીકા ઇત્યાદિ વિષે સંક્ષેપમાં નિરૂપણ છે, અને પછી કેટલાક આગમાના સંક્ષિપ્ત કે વિસ્તૃત પરિચય આપ્યા છે. સંક્ષિપ્ત પરિચયમાં આચારાંગ અને સૂત્રકૃતાંગમાં જૈનદર્શનની ભૂમિકા કેવી સ્થિર થઈ તેને સાર આપવામાં આવ્યા છે અને જૈનાગમેામાંના સ્થાનાંગ-સમવાયાંગને પણ સામાન્ય પરિચય છે.
!
શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત જૈનાગમ ગ્રન્થમાળામાં પૂજ્ય મુનિશ્રી પુણ્યવિચ્છ અને પંડિત શ્રી અમૃતલાલ ભાજક સાથે ૧ નદિસૂત્ર અને અનુયાગદ્વારસૂત્ર તથા ૨ પણવણાસુત્ત (ખે ભાગ) સંપાદિત કરવાના અવસર મળ્યા હતા તે મારું સદ્ભાગ્ય હતું અને ઉક્ત બન્ને પ્રકાશનેામાં વિસ્તૃત પ્રસ્તાવનાએ અમારા ત્રણેના નામે પ્રકાશિત છે. તેમાંના મે લખેલે અંશ અહી' પ્રકાશિત કરવામાં આવ્યા છે. પ્રસ્તુત ગ્રન્થતામેટા ભાગ આ પ્રસ્તાવનાએ રશકે છે.
પ્રજ્ઞાપનાસૂત્ર એ ભગવાન મહાવીર પછીના ૪૦૦ વર્ષમાં જૈન તત્ત્વવિચારી જે રૂપે સ્થિર થયા તેનુ સર્વેક્ષણ છે. તા નંદી-અનુયાગ એ ભ. મહાવીર પછીના લગભગ હજાર વર્ષોંમાં સ્થિર થયેલી જૈન માન્યતાઓને વિશ્વાષ છે.
પ્રસ્તુતમાં પ્રજ્ઞાપના એ પૂર્વ ને આધારે રચાયું અને ‘પૂ' નામનું સાહિત્ય વિદ્યમાન હતુ` એ મતને સ્થાપીને પછી પ્રજ્ઞાપનાના કર્યાં આદિની જરૂરી ચર્ચા કર્યાં પછી સમગ્ર ગ્રન્થની તુલના ભગવતી, જીવા વાભિગમ સાથે તે! કરી જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org