________________
પ્રકાશકીય
પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફેડનો ઉદ્દેશ–“પ્રાકૃતના મૂળ સાહિત્યનું સંપાદન અને અનુવાદનું પ્રકાશન તેમજ પ્રાકૃતના વિશિષ્ટ અખેતાઓને પ્રોત્સાહિત કરવાને છે.” આ ઉદ્દેશની પૂર્તિરૂપે ઉદારમના દાતાઓનો સહયોગ મળવાથી એમ. એ. અને પીએચ. ડી. ના વિદ્યાર્થીઓ તૈયાર કરી શકયા અને અમુક ગ્રંથ પ્રકાશિત કરી શક્યા તેને અમને આનંદ છે.
પ્રારંભમાં અમારી પ્રવૃત્તિ બહુ નાના પાયા પર હતી અને સૌથી પહેલા હિન્દી ભાષામાં એક નાનકડું પુસ્તક ૧. “મારતીય માવામાં કે વિવાર સૌર સાહિત્ય વિશે સમૃદ્ધિ મેં અમને જ મહત્વપૂ ચોરવાન” ઈ. સ. ૧૯૭૯ માં પ્રકાશિત કર્યું. ત્યારપછી ખાસ કરીને “શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિને સહયોગ મળવાથી મોટા પ્રકાશને હાથમાં લીધા, જેમ કે–૨. “પ્રાકૃત-ન્ડિી ક્રોશ”-(ઈ. સ. ૧૯૮૭). ૩. “Kothala's Lilaval-kahá'નું અંગ્રેજીમાં રૂપાંતર (ઈ.સ. ૧૯૮૮) ૪. “આરામશોભા-રાસમાળા” (ઈ.સ. ૧૯૮૯) અને પ. પૂ. મહેન્દ્રસૂરિકૃત–“નમયાકુળ-, હિન્શી અનુવાર કે સાથ” (ઈ. સ. ૧૯૮૯)
અત્યારે જેન-દર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ આદરણીય પં. શ્રી. દલસુખભાઈ માલવળિયાનું પુસ્તક “જેનાગમ- સ્વાધ્યાય પ્રકાશિત કરતાં અમને ખૂબ આનંદ થાય છે જેમાં જૈન આગમ સાહિત્ય વિશેના એમના સ્વતંત્ર ગુજરાતી લેખો અને અમુક આગમ ગ્રંથોમાં ગુજરાતીમાં લખેલી પ્રસ્તાવનાઓ માંથી તેમણે પિતે જ પસંદ કરેલા લખાણને સમાવેશ કરવામાં આવ્યો છે.
પં. શ્રી. દલસુખભાઈ માલવળિયાએ એમના જૈન આગમ સાહિત્ય વિશેના ઉપરોક્ત બંને પ્રકારના ગુજરાતી લખાણને પુસ્તકરૂપે રજૂ કરવાની અમને જે તક આપી તે બદલ સૌ પ્રથમ અમે તેમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વળી અંશનું પરિશિષ્ટ તૈયાર કરીને આ ગ્રંથની જે વિદ્યાકીય ઉપયોગિતા વધારી છે તે બદલ એમના પુત્ર શ્રી. રમેશભાઈને અમે આભાર માનીએ છીએ.
આ ગ્રંથના પ્રકાશનમાં “શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિ” એ સંપૂર્ણ સહયોગ કર્યો છે તે બદલ તેમના ટ્રસ્ટીઓને અને શ્રી આત્મારામભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org