Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
૨૮૧
ગુજરાતમાં ઘણી હતી તેમ ક્ષત્રિય, વાણીઆ, કણબી, સુતાર, સોની, વગેરે જાતે વસતી હતી એટલે ગુજરાતમાં જંગલી જાતેજ હતી એ કહેવું કારણ નથી.” આવા પ્રકારનું રા. બ. હરગોવિંદદાસભાઈનું લખવું કેટલે દરજજે ટકી શકે છે તે આ લેખ પૂર વાંચીને જ વાચક વર્ગ સમજી લેશે. અત્રે જણાવવું જોઈએ કે મહાવીર નિર્વાણ પછી ૯૦૦ વર્ષ એટલે ૨૪૪–૯૦૦=૧૩૪૦ વર્ષ ઉપર શ્રી વલ્લભીપુર નગરમાં દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ ભગવાનના પ્રમુખપણ નીચે જેનશ્વેતાંબરના ચૌદ હજાર સૂત્રાદિ લખાયાં હતાં. હ્યુએન્સાંગ ઈ. સ. ૬૪૦ માં હિંદમાં આવ્યા હતા તે ઈ. સ. ૧૯૧૩ માંથી ૬૪૦ બાદ જતાં બાકી ૧૨૭૩ વર્ષ રહે છે એટલે કે આજથી ૧૩૪૦ વર્ષપર વલ્લભીપુર નગરનું સામ્રાજ્ય ગુજ. રાત અને કાઠિવાડમાં હતું તથા તે વખતે જૈન ધર્મ પુર જોરમાં હોઈ તથા વલ્લભીપુરમાં ખાસ જૈનનું પ્રબલ હોઇ, તેજ નગરમાં જૈનમુનિઓની મોટી સભા મળી હતી. અને આજથી ૨૭૩ વર્ષ ઉપર એટલે જૈન મહાન સભા મળ્યા પછી ૬૭ વર્ષે હ્યુએન્સાંગ સૌરાષ્ટ્રમાં આવ્યું ત્યારે વલ્લભીપુરમાં જેમનું નામ નિશાન નહતું એ કઈ પણ રીતે ઐતિહાસિક પ્રમાણથી સિદ્ધ થઈ શકતું નથી કારણ કે ગુજરાત અને કાઠિવાડના ચક્રવર્તિ મહારાજા શિલાદિત્ય ચુસ્ત જૈન ધર્મી હતા, વાણીઓ પણ જૈન ધર્મી હતા, ફક્ત બ્રાહ્મણે વેદ ધમી હતા તેઓ પ્રોકૃત કે અપભ્રંશ બોલતા નહિ કારણ કે અપભ્રંશ બોલે તે લેછ કહેવાય એમ તેઓ માનતા હતા. એ કારણથીજ બ્રાહ્મણવર્ગો અપભ્રંશ-ગુજરાતી ભાષામાં લખવાને બદલે સંસ્કૃતભાષામાંજ સર્વગ્રંથો લખવાનો રિવાજ રાખ્યો હતો. અપભ્રંશ ગુજરાતીમાં ન લખવું એ તેમને ખાસ આગ્રહ હતું. ગુજરાત અને કાઠિવાડમાં બ્રાહ્મણોની વિશેષ વસ્તી મૂળરાજ અને સિદ્ધરાજના સમયમાં થઈ છે એ પણ ભૂલવાનું નથી. વળી સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય, વાણીઆ વગેરે હતા તે તે જેનકાલની વાત છે એ પણ ભૂલવાનું નથી, અને એથી પ્રાચીનકાળમાં સૌરાષ્ટ્રમાં જંગલી લોકે નહોતા વસતા એ સિદ્ધ થતું જ નથી. કેલી, ભીલ, નાયકડા, વાઘરી, વગેરે મુળવતની જંગલી અનાર્ય જાત અત્યારે પણ હૈયાતી ભોગવે છે. હાલમાં ગુજરાત અને કાઠિવાડમાં જે ક્ષત્રિયો હૈયાતી ભેગવે છે તે અસલના મૂળવતની નથી એટલું જ નહિ પણ આજથી બેહજાર વર્ષ પહેલાનાં પણ નથી પણ ઈતર સ્થળેથી આવીને વસેલા છે એ વાત આગળ વાંચવામાં આવશે.
સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષા થઈ અને પ્રાકૃતમાંથી અપભ્રંશ ભાષા થઈ છે. અપભ્રંશ ભાષા તેજ લગભગ જૂની ગુજરાતી છે. જૂની ગુજરાતી દેશકાળાનુસાર સુધરવા લાગી ત્યારે અર્વાચીન સાક્ષરોએ અર્વાચીન ગુજરાતીને નવી ગુજરાતી એવું નામ આપ્યું. રા. બ. હરગોવિંદદાસભાઈ લખે છે કે “ અપભ્રંશ ઉપરથી જૂની ગુજરાતી થઈ છે, એટલે તેને શાસેની ને માગધી ભાષાઓ સાથે સંબંધ નથી એ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. ” આ સ્થલે જાણવું જોઈએ કે પ્રાકૃતિનું રૂપાંતર તે અપભ્રંશ છે તેમજ સહેજ સાજ રૂપાંતર ભેદે શારસેની અને માગધી ભાષાઓ પણ બનેલી છે માટે પ્રાકૃત, અપભ્રંશ, શરસેની અને ભાગધી ભાષાને નિકટનો સંબંધ છે એ ભૂલવા જેવું નથી. જેણે શ્રીમાન હેમચંદ્રાચાર્યજીનું અષ્ટાધ્યાયી-સિદ્ધહેમ-વ્યાકરણ જોયું હશે તેના ખ્યાલમાં આ વાત તો હોવી જ જોઈએ. પ્રાકૃત, અપભ્રંશ, શરની અને ભાગધિમાં લાંબા ભેદ નથી. એક એ વાત પણ સમજવા જેવી છે કે જેના પ્રાચીન ગ્રંથમાં ફકત માગધી ભાષાનાંજ શબ્દો ભરેલા છે એમ નથી પણ સેંકડે પોણોસો ટકાતો સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ શબ્દ