Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
# # # # ૧
શ્રી યશોભદ્ર સરિ. *
*
# # # # #
જ શક *
યશોભદ્રસુરિ સંડેરક ગચ્છમાં એક પ્રભાવિક આચાર્ય થઈ ગયા છે. તેમને જન્મ સં. ૯૫૭ માં પલાસી ગામમાં થયું હતું. તેમની માતાનું નામ ગુણસુંદરી અને પિતાનું નામ પુણ્યસાર હતું, તેઓ પોરવાડ જ્ઞાતીય નારણ ગોત્રના હતા. બીલકુલ હાની એટલે લગભગ ૫-૬ વર્ષની ઉમ્મરમાં હેમણે દીક્ષા લીધી હતી. દીક્ષાને પ્રસંગ તેઓને માટે આ પ્રમાણે બન્યો હતો –
સંડેરક ગચ્છના પાંચસો સાધુના ઉપરી ઈશ્વરસૂરિએ પિતાના આયુષ્યની અંતમાં. છ વર્ષ પર્યત છ વિષયને ત્યાગ કરીને, કંમુડારામાં બદરીદેવીની આરાધના કરી. અને તે દેવીને પાત્રમાં ઉતારી. વ્હારે તે દેવી પાત્રને છોડી જવા લાગી હારે ઇશ્વરસૂરીએ દેવ-ગુરૂ-સંધની આણ દઈ દેવીને અટકાવી અને કહ્યું:
“હે દેવિ ! હારે સંધ વિચછેદ જશે કે કેમ ? ' દેવીએ કહ્યું- હે ભગવાન ! સાંભળોઃ
પલાસી ગામમાં પુણ્યસાર નામે એક વ્યવહારી રહે છે. ગુણસુંદરી નામની હેલી ધર્મપત્ની છે. ગુણસુંદરીને હીમાચલના સ્વપ્ન સૂચન પૂર્વક સુધર્મ નામક પુત્ર થયો છે. પાંચ વર્ષની વયે માતા-પિતાએ લેખશાલામાં ભણવા મૂકો છે, શાસ્ત્રાભ્યાસ કરવા લાગે છે. આ લેખશાલામાં બીજા પણ કેટલાક છાત્રો ભણે છે તેમાં એક બ્રાહ્મણને છોકરો પણ છે.
એક દિવસ સુધર્માએ તે બ્રાહ્મણના છોકરા પાસે ખડીયો માંગ્યો. બ્રાહ્મણ છા પિતાને ખડી સુધર્માને આપ્યો પણ ખરો. પરંતુ સુધર્માએ જહેવો ખડીયો પિતાના હાથમાં લીધે, હે જ તે અકસ્માત પડી ગયો. અને ફૂટી પણ ગયે. બ્રાહ્મણ છાત્રે પિતાનો ખડીયો પાછો માંગ્ય. સુધર્મા નવા નવા ખડીયા આપવા લાગ્યું, પણ હેણે પતાને જ ખડીયે પાછો આપવા કહ્યું. હારે તે ખડી સુધર્મા ન આપી શકે, વ્હારે બ્રાહ્મણ છાત્રે કહ્યું: “હે દુષ્ટ ! મ્હારો ખડીયો આપ્યા સિવાય, ત્યારે ભજન ન કરવું. આ
મક તપાગચ્છની ભાષાની પદાવલી કે જે સં. ૧૮૮૮ માં લખાએલી છે તેની અંદર યશભદ્ર સૂરિને જન્મ સં ૮૪૭ લખવામાં આવ્યો છે.
૧ આ ગામ પીંડવાડાની નજીકમાં છે. જેને પલાઈ કહે છે. ૨-૩ નાડલાઈથી મળેલા એક લેખમાં તથા ઈશ્વરસૂરિકૃત રાસમાં તે માતાનું નામ સુભદ્રા અને પિતાનું નામ યશવીર આપ્યું છે. ૪ આ ગામ સાદરીથી ૧૫ કેશ દર છે.