Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૪૫૦
શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ,
દર્શાવ્યા છે. ઘણા જૈન ગ્રંથકારોએ ટીકાએજ લખવામાં કાલક્ષેપ કર્યો છે. કાવ્યશાસ્ત્ર નાટયશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, દંડનીતિ, વાર્તાશાસ્ત્ર, જ્યાતિષ, ગણિત, વૈદ્યક આદિ વિષયા સંબધિ વેદધર્મીઓએ જેવાં સમથ ગ્રંથો લખ્યા છે તેવા જૈતાના લખેલા જાણ વામાં નથી. આવી ન્યૂનતાએ છતાં એમણે ઘણું કર્યું છે અને 1 સર્વેના સંગ્રહ, પ્રકાશન અને કદરની જરૂર છે. આ સંબંધમાં થોડીક સૂચના કરૂં છું.
(૧) જેટલા જન ભંડારા હોય તેમાંના ગ્રંથો, ચિત્રા વગેરેની યાદી કરાવવી અને રા. રા. ચીમનલાલ ડાહ્યાભાઇ દલાલ જેવા વિદ્વાન પાસે તે ગ્રથા તપાસાવી તેમના વિશે સવિસ્તર રીપોર્ટ તૈયાર કરાવવા.
(૨) ભંડારામાં કપડાં, ચિત્રા વિગેરે જે જે પ્રાચીન અને અત્યારે અપ્રાપ્ય ચીજો હાય તેના અહેવાલ પ્રગટ કરવા અને એક સંગ્રહસ્થાન સ્થાપી ત્યાં તે ચીન્તે સુરક્ષિત રાખી તેમને પ્રસિદ્ધિમાં લાવવી.
(૩) જૈન મદિરા, પ્રતિમાઓ વગેરે પર લેખા હોય તે સાલ વાર પ્રગટ કરાવવા. (૪) મદિરા પ્રત્તિમાની છબીઓ, નકશા વગેરે પ્રગટ કરવાં.
(૫) મર્દિની વિધિઓ, ઉત્સા, વગેરેનાં સચિત્રવર્ણન પ્રગટ કરવાં.
(૬) જે જે જૈન વેપારીઓનાં જૂના નિવાસસ્થાન હોય ત્યાંથી જૂનામાં જૂના ચાપડા, દસ્તાવેજો વગેરે મેળવી તેમાંથી પ્રાચીન જૈન વેપારની વીગતા પ્રગટ કરવી. આ પ્રમાણે થયા પછી વિજ્ઞાન, ઉદ્યોગ, સમાજ વ્યવસ્થા, રાજવ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, ચિંતન અને કલાના પ્રદેશમાં જેનાએ શુ શુ કર્યું. તેમનું સ્વરૂપ નિરૂપવાનાં સાધના અને અનુકૂળતા પ્રાપ્ત થશે.
પૂ.
રણજીતરાય વાવાભાઈ
Al. 3-19-94.
×× × લેખક મહાશય એવા ભાવાથમાં જણાવે છે કે આ લેખ સાધનાભાવે અને અવકાશાભાવે વિચારાની જેટલી સ્મ્રુત્તિ થઈ તેટલા પ્રમાણમાં ટુંક લખી માલેલ છે. તાપણુ આટલુ જો જૈન પ્રજાનાં કાન ચમકાવશે તે લેખકના શ્રમ અને લેખ કનુ પ્રકટી કરણ સફલ થશે. જો કે કહેવા જેવું ઘણું છે અને કરવા જેવું તેા તેથી પણ વધુ છે છતાં વિશિષ્ટ પ્રયત્ન સત્ય દિશામાં પ્રકટા એ ભાવનાથી આટલું બસ થશે.
-તત્રી.