Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
પ૦૬
શ્રી જૈન . કે. હેરલ્ડ. તિલકમંજરી રચના
બાણની કાદંબરી જેવી વિસ્તૃત ગદ્યમાં અને આખ્યાયિકાના આકારમાં થયેલી છે. પાત્ર અને વસ્તુ બને કવિના કપેલા હોવાથી સંસ્કૃત સાહિત્યનું તે એક અપૂર્વ નોવેલજ કહી શકાય. અયોધ્યા નગરીના મેઘવાહન રાજાને હરિવાહનકુમાર કથાને મુખ્ય નાયક અને વૈતાઢય પર્વત ઉપર આવેલા રથનુપુર ચક્રવાલ નામક નગરના ચક્રસેન વિધાધરની કુમારી તિલકમંજરી મુખ્ય નાયિકા છે. આ બન્ને દંપતિને અગ્ર કરી કવિએ કથાની વિચિત્ર અને રસભરી ઘટના કરી છે. મધ્યમાં સમરકેતુ અને મલયસુંદરીને વૃત્તાંત સાંધી, કથાની વિસ્તૃતિ અને પ્રકૃતિમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ આણી છે. ધર્મ સંબંધી જાતીયતા જણાવવા માટે સ્થાને સ્થાને જૈન વિચાર અને સંસ્કારો કથાના પાત્રમાં પૂર્યા છે. - ક્રાવતારતીર્થ, યુગાદિજિન મંદિર, જવલનપભનામા વૈમાનિક દેવ, વિધાધરમુનિ, નંદીશ્વર દ્વીપ, વૈતાઢય પર્વત, અષ્ટાપદ પર્વત, મહાવીર નિર્વાણ મહોત્સવ અને સર્વજ્ઞ એવા જયંતસ્વામી દ્વારા પૂર્વજન્મ કથન-ઇત્યાદિ પ્રબંધોથી જૈન–જગતની રૂપરેખા આલેખી છે. એ સિવાય કાવ્યનાં વર્ણનીય અંગોજેવા કે, નગર, ઉદ્યાન, પર્વત, અરણ્ય, સમુદ્ર, સરિત, સરોવર, પ્રાતઃકાલ, સાયંકાલ, નિશા, આલોક, અંધકાર, સમવન, યુદ્ધ અને નૌકા, અ દિનાં વર્ણન –અતિ આશ્ચર્યકારક રીતે વર્ણવ્યા છે. પ્રાકૃતિક દો અને પદાર્થ-સ્વભાવ બહુજ સુંદર અને સૂક્ષ્મ દૃષ્ટિથી આલેખવામાં આવ્યા છે. પ્રત્યેક વર્ણન રસ અને અલંકાર દ્વારા પૂર્ણપણે પોષવામાં આવ્યો છે. પ્રભાવ રાત્રિ' લેખક જે કહે છે કે–“સાનનવાજાં વાર્ટિ grfuતા વિ રાત્રિતેમાં અત્યુક્તિનો લેશ પણ સહૃદય વાચકને જણાતો નથી. કાવ્ય મધુલોલુપ રસિક-ભ્રમરના ચિત્ત-વિનોદ માટે ઋતુના પુષ્પોથી સુગંધિત નંદનવન સમાન નવરસથી પૂરિત આ કમનીય કાવ્ય છે. કાદંબરીનાં વિસ્તૃત વણને અને દીર્ધ-સમાસાકાવ્યમર્મજ્ઞના કોમલાન્તઃકરણને જ્યારે કંટકિત કરે છે ત્યારે, તિલકમંજરીના સંક્ષિપ્ત વૃત્તાન્તો અને સરલ વાક્યો સ્મરણ-સૂત્રોની માફક હૃદયપટ ઉપર સુંદર રીતે સ્થાપન થઈ વારંવાર સ્મૃતિપથમાં આવ્યાં કરે છે. શબ્દની લલિતતા અને અર્થની ગંભીરતા મને જ્ઞના મનને મોહિત કરે છે. સ્થાને સ્થાને નીતિ અને સદાચારના ઉચ્ચારિત ઉલ્લેખોથી વિવેકી વાચકની વૃત્તિ સન્માર્ગ–સેવન તરફ આકર્ષાય છે. સંસારની સ્વાભાવિક ક્ષણભંગુરતાના સ્વરૂપને પ્રકટ કરનારા ભામિક ઉપદેશોથી તત્ત્વજ્ઞના હૃદયમાં નિવેદના અંકુરો ઉમે છે. યથોચિત સ્થાને આવેલા પ્રસંગેથી વાચકની વિચારણી ક્ષણમાં શૃંગારરસમાં ડૂબે છે તો ક્ષણમાં કરૂણરસમાં; ક્ષણમાં સાક્ષાત્ ધર્મસ્વરૂપ એક મહાત્માને જોઇ ચિત્ત ભક્તિમાં તલ્લીન થાય છે તે ક્ષણમાં અતિ ભયાનક એક વેતાલને જે સમગ્ર શરીર ભયથી રોમાંચિત થઈ જાય છે. આવી રીતે “feતત્વના મૂળમાંથી શરૂ થતો રસપૂરિત વાકયવાહ હિમાલયના ગર્ભમાંથી નિકળેલા ભાગિરથીના ગ્રેસની માફક ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો અંતે “નઃ” ના ઉદધિમાં અંતરિત થઈ જાય છે !
વાચકને કથાની રચનાનું કાંઈક દિગ્દર્શન થાય તેટલા માટે એકાદ ફકરો અહિં ટાંકવામાં આવે તે અસ્થાને નહીં ગણાશે.
કથાનાયકને પિતા મેઘવાહનરાજા સંતતિના અભાવથી ખિન્ન મનવાળા થઈ એક દિવસે હવારના સમયમાં પોતાના ભદ્રસાલ નામ મહાપ્રાસાદના પૃષ્ઠ ભાગ ઉપર, પિતાની