Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૫૦૮
શ્રી જૈન . કે. હેર ડ. ગ્રહણ કરે? પરોપકાર પણ, ધર્મોપદેશ રૂપી દાનધારા જ તેમના માટે શાસ્ત્રમાં સમર્થન કર્યું છે; બીજી રીતે નહિ. માટે એ વિષયમાં આગ્રહથી બસ.”
કેવા સુંદર સરલ અને સરસ વાક્યોમાં કવિએ રાજની ઉવાર પ્રાર્થનાની અને મુનિની વિશુદ્ધ વૃતિની આકૃતિ ખેંચી છે. વિશેષ શું. ઉત્તરોત્તર આનંદ દાયક એવા આ વાને આવાં પ્રકરણોથી તિલકમંજરીની મહત્તા અતિશય ઉચ્ચ થઈ ગઈ છે.
ભોજન કરતી વખતે એક મિષ્ટાન્નથી જેમ મનુષ્યનું મન કંટાળી જાય છે અને તેનાથી વિરક્ત થઇ, વચમાં વચમાં તીખા કે ખાટા સ્વાદ વાળી સ્વાદિષ્ટ વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે તેમ, કથાના રસના આસ્વાદન સમયે પણ કેવળ ગદ્યથી વાચકની વૃત્તિમાં વિરક્તતા આવવા ન પામે, તે હેતુથી કવીશ્વરે, ઉચિત પ્રસંગે મોગરાની માળામાં ગુલાબ ના પુષ્પની માફક, મધુર, આલ્હાદક અને સુંદરવર્ણવિશિષ્ટ, નાના જાતિનાં પ સ્થાપન કરી, સુવર્ણમાં સુગંધ મેળવ્યું છે.
કવિની પૂર્વે કાદંબરી આદિ કથાઓ વિધમાન હતી અને તેમને આદર પણ વિદ્વાનમાં અતિ હતા. પરંતુ તેમાંથી, કોઈ કથા જ્યારે કેવળ કલેવમય હતી, તો કોઈ કેવળ ગદ્યમય ત્યારે કઈ પઘપ્રાધાન્યજ. એ કથાઓ સર્વગુણસંપન્ન હોવા છતાં પણ તેમની એ એકાંતતા, ગુલાબના ફુલમાં કાંટાની માફક, સહદયોના હૃદયમાં ખટકતી. તેમના વાચન વખતે રસિકના મનમાં વહેતી રસની ધારાને વેગ ખેલાતો. તેમનો એ દેવ, સાહિત્યકારે પિતાના નિબંધોમાં સ્પષ્ટપણે પ્રકટ કરતા. ધનપાલથી પણ એ સંબંધમાં મૌન નહી રહેવાયું. પિતાના પૂર્વના મહાકવિઓના ગુણ મુક્તકંઠે ગાવા છતાં પણ, તેમની તે દુષિત કૃતિ માટે ટકોર કરી જ દીધી છે. તિલકમંજરીની પ્રસ્તાવનામાં કહે છે કે
"वर्णयुक्तिं दधानापि स्निग्धांजनमनोहराम् । नातिश्लेषघना श्लाघां कृतिलिपिरिवाश्नुते ॥ १६ ॥
શાન્ત સત્તાના 7 જૈિવિ કથા ..
जहाति पद्यप्रचुरा चम्पूरपि कथारसम् ॥ १७ ॥" તાત્પર્ય એ છે કે, જનોનાં મનને હરણ કરનારાં એવાં મધુર વર્ણ યુક્ત હેવા છતાં પણ અતિ શ્લેષવાળી કવિની કૃતિ પ્રશંસા પામતી નથી. સતતગઘવાળી કથા પણ શ્રેતાઓને આનંદ આપી શકતી નથી. તેમજ પ્રચુર પાવાળી ચંદૂકથા પણ રસ પિવી શકતી નથી. કવિના આ ત્રણ આક્ષેપ, ક્રમથી સુબંધુ કવિની “વાસવદત્તા, બાકવિની કાદંબરી” અને ત્રિવિક્રમભટ્ટની નલકથા” ઉપર થયેલા જણાય છે. પ્રથમનું પકઠિન્ય, બીજીનું ગદ્યપ્રાધાન્ય અને ત્રીજીનું પવિપ્રાધાન્ય અને ત્રીજીનું પદ્ધપ્રાદુર્ય સુપ્રસિદ્ધ છે. સાહિત્ય
ની દ્રષ્ટિમાં, આકૃતિઓ, તેમની એકપ્રિયતાને લીધે, કાંઇક હીન ગુણવાળી જણાયેલી હેવાથી ધનપાલે પિતાની કૃતિને એ ત્રણે ભાર્ગોથી દૂર રાખી, નવીન માર્ગે જ દોરવી છે. આમાં નથી સઘન બ્લેષો કે નથી કઠિન પદે. તેમજ સતત ગદ્ય પણ નથી અને પ્રચુર પધ પણ નથી. સમગ્ર કથા, સરલ અને સુપ્રસિદ્ધ પદો દ્વારા પ્રસાદ ગુણવડે અલંકૃત થયેલી છે. થોડા છેડા અંતર પછી, પ્રસંગચિત સ્થાને, અકેક, બબ્બે કે તેથી વધારે ભાવદર્શક પ પણ આવેલાં છે. ગધની માફક, તિલકમંજરીનાં પા પણ બહુ રમણીય અને પાક છે. રસ અને વનિથી પૂરિત છે, દૃષ્ટાંત તરીકે એક પધ લઈશું.